Porbandar : મનપાએ વેરામાં બે ગણો વધારો કરી દેતા લોકોમાં ભારે રોષ, જાગૃત નાગરિકોએ રેલી કાઢી કર્યો વિરોધ
- પોરબંદર મનપાએ વેરામાં વધારો કરતા પ્રજામાં રોષ
- જાગૃત નાગરિકો દ્વારા વેરાના વધારાનો કરાયો વિરોધ
- વેરામાં બમણો વધારો કરવામાં આવ્યો
પોરબંદર શહેરમાં છેલ્લા એક માસથી વેરા વધારાનો વિરોધ જોવા મળી રહ્યું છે ડિસેમ્બર 2024 માં નગરપાલિકાની અંતિમ બોડીએ કરેલા નિર્ણયો લોકો માટે ભારે પડી રહ્યા છે જાન્યુઆરીમાં મહાનગરપાલિકા બન્યા બાદ વેરા વધારાનો નિયમ અમલ કરતા તમામ વેરાઓ બે થી અઢી ગણા થયા છે એક તરફ પોરબંદરમાં રોજગારી મળે તેવા સ્ત્રોતો નથી ઉદ્યોગો લાવવાની નેતાઓ વાતો જ કરે છે તો હવે એકી સાથે બે ગણો વેરો જીકી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરના જાગૃત નાગરિકો રસ્તા ઉપર આવ્યા છે અને રેલી સહિતના કાર્યક્રમો યોજી રહ્યા છે.
રજૂઆત કર્યા બાદ પણ વેરો ન ઘટતા લોકોમાં આક્રોશ
પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વેરા વધારાનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના જાગૃત નાગરિકે જિલ્લા કલેકટર તથા કમિશનરને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કર્યા બાદ પણ વેરામાં ઘટાડો ન થતા લોકોમાં આક્રોશ વધતો જઈ રહ્યો છે. એક તરફ પોરબંદરમાં ભાજપનું શાસન છે વિરોધ પક્ષ નામ સેસ છે. ત્યારે હકે મહાનગરપાલિકા સામે જાગૃત નાગરિકો એકઠા થયા છે. એકી સાથે વિવિધ વેરામાં બે થી અઢી ગણા વેરામાં વધારો આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકરો એકઠા થઈને શહેરની ચોપાટી ઉપર રેલી કાઢીને અન્ય લોકોને જાગૃત કરવાનો પ્રયાસો કરી રહ્યા છે.
મનપાના ડેપ્યુટી કમિશ્નરે નિવેદન આપ્યું
વેરા વધારાના મુદ્દે પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 2008 પછી 2024માં ડિસેમ્બર માસમાં વેરા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે નગરપાલિકા અંતિમ બોડીએ ઠરાવમાં નિર્ણય લીધો હતો જે હાલ અમલમાં આવ્યો છે.
મનપા હદ વિસ્તારમાં હાલ 85000 મિલકત
પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ જે વેરો ડબલ થયો છે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ 85,000 મિલકતો આવેલી છે. નગરપાલિકાની 2024 25 ની ડિમાન્ડ 41 કરોડ હતી. જ્યારે મહાનગરપાલિકા બની ગયા બાદ 2025-26ની 70 કરોડ જેવી થઈ છે. મહાનગરપાલિકા દ્વારા વેરા પેટેમાંથી 70 કરોડનો વેરો ઉઘરાવવાનો છે.
પાલિકા સમય નો વેરો
ગટર 350 રૂપિયા
સફાઈ 150 રૂપિયા
સ્ટ્રીટ લાઈટ 100 રૂપિયા
પીવાના પાણી 600 રૂપિયા
મ.ન.પા બન્યા બાદ ના વેરા
ગટર 600 રૂપિયા
સફાઈ 300 રૂપિયા
સ્ટ્રીટ લાઈટ 300 રૂપિયા
પીવાના પાણી 1200 રૂપિયા
આ પણ વાંચોઃ Ahmedabad : સિવિલના ડોક્ટરોની માનવતા મરી પરવારી, હોસ્પિટલના તબીબ પર લાગ્યા ગંભીર આક્ષેપ