અંબાજી ખાતે યોજાઇ ભાદરવી મહાકુંભ 2025 સેવા કેમ્પોના પ્રતિનિધિઓની જાહેર મીટીંગ
- અંબાજી ખાતે યોજાઇ ભાદરવી મહાકુંભ 2025 સેવા કેમ્પોના પ્રતિનિધિઓની જાહેર મીટીંગ
- 1/9/25 થી 7/9/25 સુધી ભાદરવી મહાકુંભ : સમગ્ર ગુજરાતમાં અંદાજે 450 કરતા વધુ સેવા કેમ્પ
ભાદરવી મહાકુંભ આગામી સપ્ટેમ્બર માસમાં શરૂ થવા જઈ રહ્યો છે, તે અગાઉ શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટી અધિકારીઓની ગુજરાતભરના અલગ અલગ સેવા કેમ્પોના પ્રતિનિધિઓની એક જાહેર મીટીંગનું આયોજન અંબાજીની મેવાડા સુથાર ધર્મશાળા ખાતે કરવામાં આવ્યું હતું. આખા ગુજરાત ભરના અલગ અલગ જગ્યાએથી આવેલા સેવા કેમ્પોના પ્રતિનિધિઓ એ પોતાના પ્રશ્નો પણ અહીં રજૂ કર્યા હતા. તે ઉપરાંત ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પણ આવા તમામ પ્રશ્નોનો નિકાલ આવશે તેવી બાહેંધરી અપાઈ હતી. સેવા કેમ્પો રોડ સાઈડના ડાબી બાજુ લાગે છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે 450 કરતા વધુ સેવા કેમ્પો આખા ગુજરાતમાં નાના મોટા લાગે છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 225 જેટલા સેવા કેમ્પો લાગે છે.
1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ 2025 અંબાજી ખાતે યોજાનાર છે. આ મહાકુંભમાં 7 દિવસમાં મોટી સંખ્યામાં ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે. વહીવટી તંત્ર દ્વારા માઈભક્તોને, શ્રદ્ધાળુઓને અને સેવાકેમ્પોના આયોજકોને તકલીફ ન પડે તે માટે મેળાના દિવસો અગાઉ જાહેર મીટીંગ યોજીને તેમની સાથે ચર્ચા કરવામાં આવે છે. શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના પોર્ટલ ઉપર સેવા કેમ્પોના પ્રતિનિધિઓએ ઓનલાઇન માહિતી સબમીટ કરીને સેવા કેમ્પ માટે પ્રક્રિયા કરવી પડતી હોય છે.
બનાસકાંઠા કલેક્ટરે જણાવ્યું હતું કે આ વખતના મેળામાં સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને ટ્રેક્ટરની સંખ્યામાં પણ 150 ટકા વધારો કરવામાં આવ્યો છે. સફાઈ કામદારો પણ 1500થી વધુ રાખવામાં આવ્યા છે. સેવા કેમ્પમાં વધેલુ સવાર સાંજનું જમવાનું મંદિર ટ્રસ્ટના સાધનોમાં લઈ જવાની સુવિધા આ વખતે ખાસ ઉભી કરવામાં આવી છે. આ વખતના મેળામાં સેવા કેમ્પોના પ્રતિનિધિઓએ geb વિભાગની સમસ્યા અને અમુક નાના-મોટા પ્રશ્નો રજૂ કર્યા હતા. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ પ્રશ્નોના નિકાલ આગામી દિવસોમાં આવી જશે તેવી બાહેધરી આપવામાં આવી હતી.
ભાદરવી મહા કુંભમાં 2626 ફૂટની વિશ્વની સૌથી મોટી ભક્તો દ્વારા ચઢાવવામાં આવશે
ભાદરવી પૂનમના દિવસે સેવા કેમ્પ દ્વારા 2626 ફૂટની વિશ્વની સૌથી મોટી ધજા અંબાજી મંદિર ઉપર ચઢાવવામાં આવશે. આજ સેવા કેમ્પ દ્વારા 2017 મા 1515 ફૂટની ધજા પણ મંદિર ખાતે ચઢાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર નિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી, પ્રાંત અધિકારી સહિત સેવા કેમ્પોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સ્વચ્છતા ઉપર વધારે ભાર, આરામ ગૃહોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે
2025 ભાદરવી મહાકુંભ મા વિશેષ સ્વચ્છતા ઉપર વધારે ભાર રાખવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ 24 કલાક રાઉન્ડ ક્લોક સાત દિવસ સુધી સફાઈ આ મેળામાં જોવા મળશે. 28 જેટલી સમિતિઓ દ્વારા સમગ્ર મેળાનું સુપર વિઝન હાથ ધરવામાં આવશે.
અહેવાલ: શકિતસિંહ રાજપુત,અંબાજી