ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rahul Gandhi : રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરવા કવાયત, રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત!

10 થી 19 સપ્ટેમ્બર સુધી જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે.
07:16 PM Sep 13, 2025 IST | Vipul Sen
10 થી 19 સપ્ટેમ્બર સુધી જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે.
RahulGandhi_Gujarat_first
  1. રાહુલ ગાંધીનો (Rahul Gandhi) વધુ એક ગુજરાત પ્રવાસ
  2. જુનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનાં સમાપન દિવસે આવશે રાહુલ ગાંધી
  3. ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી!
  4. જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન

Junagadh : લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત પ્રવાસને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. જુનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનાં સમાપન દિવસે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે. ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રશિક્ષણ શિબિરમાં (Training Camp) હાજરી આપી હતી અને જિલ્લા પ્રમુખોને રાજકીય પાઠ શીખવી માર્ગદર્શન આપ્યું હતું. જણાવી દઈએ કે, 10 થી 19 સપ્ટેમ્બર સુધી જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો - Revenue Talati Exam : આવતીકાલે રેવેન્યૂ તલાટી વર્ગ-3 ની 2384 જગ્યા માટે યોજાશે પરીક્ષા

જુનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનાં સમાપન દિવસે આવશે Rahul Gandhi

ગુજરાતમાં કોંગ્રેસને (Gujarat Congress) ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે જાણે કમર કસી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા 6 મહિનામાં લોકસભા વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) અનેક વખત ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારે હવે એવી માહિતી આવી છે કે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. ગઈકાલે જુનાગઢ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. જો કે, હવે પ્રશિક્ષણ શિબિરનાં સમાપન દિવસે પણ રાહુલ ગાંધી જુનાગઢ આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહિનામાં રાહુલ ગાંધીનો આઠમો ગુજરાત પ્રવાસ છે.

આ પણ વાંચો - Bharuch : Gujarat First નું Reality Check, લાખોની પાણીની ટાંકી ખાલીખમ, ધૂળ ખાતા ફાયર સેફ્ટીનાં સાધનો!

જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા પ્રશિક્ષણ શિબિરનું આયોજન

માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવા માટે કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 10 થી 19 સપ્ટેમ્બર સુધી આ પ્રશિક્ષણ શિબિર (Training Camp) યોજાશે, જેમાં નવનિયુક્ત પ્રમુખોને રાજકીય પાઠ, વ્યૂહરચના અને રણનીતિ અંગે ટ્રેનિંગ આપવામાં આવશે. કોંગ્રેસનાં ટોચનાં નેતાઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. નોંધનીય છે કે, બંધારણને બચાવાની નેમ સાથે ગુજરાતમાં રાજકીય જમીન ફરી મજબૂત કરવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. જે હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાં સતત બીજીવાર પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી છે. પારદર્શક અને સમાવેશી નેતૃત્વ પસંદગીની પ્રક્રિયા પર કોંગ્રેસ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. “મિશન 2027” હેઠળ સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ લોકોનાં પ્રશ્નોને લઈને નવી લડાઈ લડશે અને ખેડૂતો, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારનાં મુદ્દા લોકો સુધી લઈ જશે તેમ કોંગ્રેસનાં એક નેતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - 'અગાઉ આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, હવે અમેરિકા સાથે ભીડી રહ્યા છીએ' - મુખ્યમંત્રી

Tags :
Gujarat CongressGUJARAT FIRST NEWSJunagadhlok sabha rahul gandhiRahul Gandhi in JunagadhTop Gujarati Newstraining camp
Next Article