Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath: બાદલપરામાં ગુંજ્યો નારી શક્તિનો અવાજ, રાહુલ ગાંધીના પૂતળાનું દહન

ગીર સોમનાથના એક એવા ગામની વાત જ્યાં છેલ્લા કેટલાય વર્ષોથી મહિલાઓનું જ રાજ ચાલે છે, ત્યાં અચાનક રાષ્ટ્રીય સ્તરના રાજકારણને લઈને ભારે ખળભળાટ મચ્યો છે. મહિલાઓના હક્ક અને સન્માનની લડાઈમાં આ વખતે નિશાન પર એક દિગ્ગજ નેતા આવ્યા છે.
gir somnath  બાદલપરામાં ગુંજ્યો નારી શક્તિનો અવાજ  રાહુલ ગાંધીના પૂતળાનું દહન
Advertisement
  • Gir Somnath ના બાદલપરા ગામે રાહુલ ગાંધીના પૂતળાનું દહન
  • બાદલપરામાં મહિલાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ
  • મહિલા સશક્તિકરણના મુદ્દે કોંગ્રેસ નેતા સામે આક્રોશ વ્યક્ત કર્યો
  • "મહિલાઓના હક્ક સાથે ગંદા રાજકારણનો સ્વીકાર્ય નથી"
  • 100 ટકા મહિલા નેતૃત્વથી ચાલતા આદર્શ ગામની મહિલાઓમાં રોષ
  • 33 ટકા મહિલા અનામતના મુદ્દે મહિલાઓએ કોંગ્રેસના વલણને વખોડ્યું

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના બાદલપરા (Badalpara) ગામે તાજેતરમાં એક અનોખો અને આક્રમક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. છેલ્લા 25 વર્ષથી જે ગામનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, તેવા આદર્શ ગામ બાદલપરામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો. મહિલા સશક્તિકરણ (Women Empowerment) અને મહિલા અનામત (Women's Reservation Bill) ના મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજ મહિલાઓએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું.

Advertisement

Gir Somnath: પંચાયતનું સંચાલન 100% મહિલા નેતૃત્વ હેઠળ

બાદલપરા ગામની વિશેષતા એ છે કે અહીં પંચાયતનું સંચાલન 100% મહિલા નેતૃત્વ હેઠળ થાય છે. મહિલાઓનું માનવું છે કે દેશના સર્વાંગી વિકાસ માટે મહિલા અનામત (Women Reservation) અત્યંત અનિવાર્ય છે. આ મુદ્દે રાજકીય વિલંબ અને વિરોધ પક્ષોના વલણને કારણે ગામની જાગૃત મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. "મહિલાઓના હક્ક સાથે ગંદા રાજકારણનો સ્વીકાર્ય નથી" તેવા સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

Advertisement

રાજ્યભરમાં ચર્ચાનો વિષય

આ ઘટનાએ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પણ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. મહિલા નેતૃત્વ ધરાવતા ગામ દ્વારા જ્યારે રાષ્ટ્રીય સ્તરના નેતાનો વિરોધ થાય છે, ત્યારે તે સ્ત્રી શક્તિની જાગૃતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો : Tapi ના ઉચ્છલમાં DyCM  હર્ષભાઈ સંઘવીનો હુંકાર, "જો રાહુલ ગાંધીની બહેન સાંસદ બની શકે તો દેશની સામાન્ય નારી કેમ નહિ?"

Tags :
Advertisement

.

×