Railway : ભાવનગર રેલવે મંડળની 3 સ્પેશિયલ ટ્રેન હવે બનશે નિયમિત પેસેન્જર ટ્રેન, મુસાફરોને મળશે વધુ સુવિધા
- Railway મા મુસાફરી કરતા મુસાફરો માટે ખુશખબર
- ભાવનગર રૂટની ટ્રેનો હવે દરરોજ નિયમિત દોડશે
- ત્રણ ટ્રેનો હવે નિયમિત પેસેન્જર સેવા તરીકે શરૂ
- ભાવનગર-ગાંધીગ્રામ અને રૂટના યાત્રીઓને મોટી રાહત
- ભાવનગર મંડળે મુસાફરોને આપી મોટી સુવિધા
Railway : આ અંગે માહિતી આપતાં વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ ટ્રેનોના નિયમિત સંચાલનથી યાત્રિયોને પૂર્વ આયોજનમાં સરળતા મળશે તેમજ ભાડામાં ઘટાડાના કારણે સસ્તી મુસાફરીનો (Passengers) લાભ મળશે. ટ્રેનોની વિગત નીચે મુજબ છે. ટ્રેન નંબર 09529/09530 ધોળા–ભાવનગર ટર્મિનસ દૈનિક સ્પેશિયલ હવે ટ્રેન નંબર 59239/59240 ધોળા–ભાવનગર દૈનિક પેસેન્જર તરીકે દોડશે. ટ્રેન નંબર 59239 ધોળા–ભાવનગર ટર્મિનસ દૈનિક પેસેન્જર ધોળા સ્ટેશનથી (station) 11.30 વાગ્યે પ્રસ્થાન કરી 12.50 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે પરત ફરતી ટ્રેન નંબર 59240 ભાવનગર ટર્મિનસ–ધોળા દૈનિક પેસેન્જર ભાવનગર ટર્મિનસથી 13.15 વાગ્યે પ્રસ્થાન કરી 14.35 વાગ્યે ધોળા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સણોસરા, બજુડ, સોનગઢ, સિહોર (ગુજરાત), ખોડિયાર મંદિર, વરતેજ અને ભાવનગર પરા સ્ટેશનો પર રોકાશે. આ બંને ટ્રેનો માટે આ ફેરફાર 01 જૂન 2026થી અમલમાં આવશે.
આ ટ્રેન ભાવનગર પરા સ્ટેશનો પર રોકાશે
ટ્રેન નંબર 09215/09216 ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ દૈનિક સ્પેશિયલ હવે ટ્રેન નંબર 59231/59232 ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ દૈનિક પેસેન્જર તરીકે ચાલશે. ટ્રેન નંબર 59231 ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ દૈનિક પેસેન્જર ગાંધીગ્રામથી 06.35 વાગ્યે પ્રસ્થાન કરી 11.25 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ફેરફાર 02.06.2026થી અમલમાં આવશે. તેવી જ રીતે પરત ફરતી ટ્રેન નંબર 59232 ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ભાવનગર ટર્મિનસથી 17.00 વાગ્યે પ્રસ્થાન કરી 21.55 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ ફેરફાર 01.06.2026થી અમલમાં આવશે. આ ટ્રેન બંને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સિહોર (ગુજરાત) અને ભાવનગર પરા સ્ટેશનો પર રોકાશે.
મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને ભાવનગર મંડળની 3 જોડી સ્પેશિયલ ટ્રેનોને જૂન 2026થી નિયમિત ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે. આ નિર્ણય મુસાફરોને નિયમિત, સુલભ અને કિફાયતી રેલ સેવા પ્રદાન કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
મુસાફરોને હવે વધુ સારી આયોજન સુવિધા, વધુ… pic.twitter.com/3GW1Uze6ry
— DRM Bhavnagar (@DRM_BVP) May 22, 2026
ટ્રેન આ જગ્યાએ રોકાશે
ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ–બોટાદ દૈનિક સ્પેશિયલ હવે ટ્રેન નંબર 59237/59238 ગાંધીગ્રામ–બોટાદ દૈનિક પેસેન્જર તરીકે દોડશે. ટ્રેન નંબર 59237 ગાંધીગ્રામ–બોટાદ દૈનિક પેસેન્જર ગાંધીગ્રામથી 09.15 વાગ્યે પ્રસ્થાન કરી 13.30 વાગ્યે બોટાદ પહોંચશે. તેવી જ રીતે પરત ફરતી ટ્રેન નંબર 59238 બોટાદ–ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર બોટાદથી 14.05 વાગ્યે પ્રસ્થાન કરી 18.05 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મટોડા, બાવળા, ધોળકા, ગોધનેશ્વર, કોઠ ગાંગડ, અરનેજ, લોથલ ભુરખી, લોલિયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાલિલા રોડ, સારંગપુર રોડ અને અલાઉ સ્ટેશનો પર રોકાશે. આ બંને ટ્રેનો માટે આ ફેરફાર 01.06.2026થી અમલમાં આવશે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, આ નિર્ણય મુસાફરો માટે અત્યંત લાભદાયક સાબિત થશે, જેના કારણે તેમને નિયમિત, સુલભ અને કિફાયતી રેલ સેવાઓનો લાભ મળશે.
આ પણ વાંચો : Railway : ભાવનગર મંડળની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો, મુસાફરો માટે મહત્વના સમાચાર


