Gujarat: ખેડૂતો માટે આવ્યાં રાહતના સમાચાર, 24 કલાક બાદ વાતાવરણ સૂકું બનશે
- આગાહી પ્રમાણે ખેડૂતો માટે રાહતના સમાચાર
- સિસ્ટમ સક્રિય થઈ પણ ગુજરાત પર કોઈ અસર નહીં થાય
- 24 કલાક બાદ વાતાવરણ સૂકું બનતા પાક લઈ શકશે ખેડૂતો
Gujarat: હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે સારી આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 24 કલાક બાદ રાજ્ય (Gujarat)માં વાતાવરણ સૂકું બનશે. જો કે, આગામી 24 કલાક સુધી કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. જેથી 24 કલાક સુધી ખેડૂતોમાં પાકને લઈને ભયનો માહોલ રહેશે પરંતુ ત્યાર બાદ વાતાવરણ સૂકું બનશે એટલે પાક લઈ શકાશે.
આ પણ વાંચો: Surendranagar: મોડી રાત્રે Hospital ના Lighting Board પર પડી વીજળી, જુઓ Video
આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 24 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી કમોસમી વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો: Bhavnagar: ક્ષત્રિય યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ, પદ્મિનીબાના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ
સિસ્ટમ સક્રિય થઈ પણ ગુજરાત પર કોઈ અસર નહીં થાય
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ તેની ગુજરાત (Gujarat) પર કોઈ અસર થશે નહીં એટલે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતો માટે અત્યારે ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. અનેક જિલ્લાઓમાં તો મગફળીનો પાક ધોવાઈ ગયો છે. જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જો કે, હવે આગામી 24 કલાક પછી રાજ્ય (Gujarat)માં કોઈ વરસાદની આગાહી નથી અને વાતાવરણ એકદમ સૂકું બનવાનું છે એટલે ખેડૂતો પોતાનો પાક લઈ શકશે. અત્યારે વરસાદે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. જો કે, હવે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે.
આ પણ વાંચો: Patan: શિક્ષણ જગત પર લાંછનની વધુ એક ઘટના, દુનાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય પર છેડતીનો આરોપ