Rain in Gujarat : અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ખાબક્યો ધોધમાર વરસાદ
- અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ (Rain in Gujarat)
- અમદાવાદમાં SG હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ
- ગોતા, ચાણક્યપુરી, સોલા, રાણીપ, ઘાટલોડિયામાં પણ વરસાદ
- ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો
Rain in Gujarat : અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં (andhinagar) પણ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ આગાહી કરી છે કે 10 જૂનની આસપાસ રાજ્યમાં નબળા ચોમાસાનું આગમન થશે. જ્યારે 12 થી 15 જૂન દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ચોમાસાનો ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી તેમણે કરી હતી.
આ પણ વાંચો - Gujarat Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ મામલે જાણો અંબાલાલ પટેલની આગાહી
એસ જી હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ
ગોતા, ચાણક્ય પુરી, સોલા વિસ્તારમાં વરસાદી ઝાપટુ
સિંધુ ભવન રોડ, રાણીપ, ઘાટલોડિયામાં પણ વરસાદ#Gujarat #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/7MiKacmV4O— Gujarat First (@GujaratFirst) June 1, 2025
અમદાવાદમાં SG હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. માહિતી અનુસાર, SG હાઈવે, સાયન્સ સિટી, ગોતા, ચાણક્યપુરી, સોલા વિસ્તાર, સિંધુ ભવન રોડ, રાણીપ અને ઘાટલોડિયા સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદ થતાં અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. જ્યારે બીજી તરફ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગાંધીનગરમાં કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો, વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો (Rain in Gujarat) છે.
આ પણ વાંચો - Ahmedabad : પોલીસકર્મીની દાદાગીરીનો Video વાઇરલ, દંડા વડે શખ્સ પર તૂટી પડ્યા!
અંબાલાલ પટેલ, હવામાન વિભાગે કરી આ આગાહી
જણાવી દઈએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 10 જૂન આસપાસ નબળા ચોમાસાના આગમન તેમજ 12 થી 15 જૂન દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ચોમાસાનો ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગે (Meteorological Department) પણ આગાહી કરતા જણાવ્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. જો કે, હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નહીં. પરંતુ, ભેજનાં કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો - Valsad : 10 વર્ષીય બાળકીને પેટમાં દુ:ખાવો થયો, એક્સ-રે રિપોર્ટ જોયો તો સૌ ચોંકી ગયા!