Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, જાંબુઘોડામાં બારે મેઘ ખાંગા

ગત રોજ ગુજરાત રાજ્યમાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં કુલ 81 તાલુકાઓમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. પંચમહાલ (Panchmahal)ના જાંબુઘોડામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
rain in gujarat   છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે  જાંબુઘોડામાં બારે મેઘ ખાંગા
Advertisement
  • છેલ્લા 24 કલાકમાં 81 તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ
  • Panchmahal ના જાંબુઘોડામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
  • કેટલાક સ્થળોએ વધુ પડતા પાણીને લીધે ગામડાં સંપર્ક વિહોણા બન્યા

Rain in Gujarat : ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં પંચમહાલ (Panchmahal) ના જાંબુઘોડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા આણંદના પેટલાદમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સિવાય આણંદ, ઝઘડિયા, ઉમરગામ, છોટા ઉદેપુર, ચૂડા અને વડોદરામાં પણ વરસાદ સારો એવો વરસ્યો છે.

પંચમહાલના જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. તેમાંય Panchmahal ના જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. આટલા વરસાદથી સમગ્ર પંથકમાં આહલાદક વાતાવરણ રચાયું છે. પંચમહાલમાં જ્યાં જૂઓ ત્યાં હરિયાળી જોવા મળી રહી છે. જાંબુઘોડામાં ઠેર ઠેર અનેક નાના મોટા ધોધ જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ક્યાંક નાના ઝરણાં પણ વહી રહ્યા છે. જાંબુઘોડા એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે અને તેમાંય આટલા વરસાદ બાદ સમગ્ર પંથકમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

Advertisement

 આ પણ વાંચોઃ    International Yoga Day 2025 : અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી, વૃક્ષારોપણના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

Advertisement

ક્યાંક મહેર તો ક્યાંક કહેર

ગુજરાતમાં ચોમાસાના પહેલા રાઉન્ડમાં ક્યાંક મેઘરાજાએ મહેર વરસાવી છે તો ક્યાંક કહેર વરસાવ્યો છે. ગુજરાતના અંતરિયાળ જિલ્લાઓની વાત કરવામાં આવે તો પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ છોટાઉદેપુરના પાવ જેતપુરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા આણંદના પેટલાદમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સિવાય આણંદ, ઝઘડિયા, ઉમરગામ, છોટા ઉદેપુર, ચૂડા અને વડોદરામાં પણ વરસાદ સારો એવો વરસ્યો છે. એટલે કે અહીં મેઘ મહેર થઈ છે જ્યારે કેટલાક સ્થળોએ મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. જેમાં અતિ ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ બંધ છે. હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. તથા તંત્ર તમામ મદદ કરવા સતર્ક થયુ છે. તેમજ NDRFની ટીમ ખડે પગે છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે.

આ પણ વાંચોઃ International Yoga Day 2025 : વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થઈ રાજ્યકક્ષાની ઉજવણી

Tags :
Advertisement

.

×