Rain in Gujarat : અમદાવાદમાં મેઘરાજાની ધબધબાટી, ગરબા આયોજકો- ખેલૈયાઓની ચિંતા વધી!
- અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ (Rain in Gujarat)
- એસ.જી.હાઈવે, સાયન્સ સિટી, ગોતા, સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
- વડોદરામાં પણ વરસાદને લઈ ગરબા આયોજકો, ખેલૈયાઓની ચિંતામાં વધારો
- ગતરોજ નાના-મોટા શેરી ગરબાઓમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા
Rain in Gujarat : રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદ (Ahmedabad) સહિતનાં જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. નવરાત્રિ (Navratri 2025) પૂર્વ વરસાદ થતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાયા છે. અમદાવાદમાં એસ.જી. હાઇવે, સાયન્સ સિટી વિસ્તારમાં ભારે પવન સાથે ધૂંઆધાર વરસાદ થયો છે. જ્યારે, વડોદરામાં (Vadodara) પણ વરસાદ થતાં ગરબા ગ્રાઉન્ડમાં કાદવ-કીચડની સમસ્યાથી આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો - Vadodara : શહેરમાં ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાથી તણાવનો માહોલ સર્જાયો
અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં ધોધરમાર વરસાદ
અમદાવાદમાં (Ahmedabad) આજે એસ.જી. હાઇવે, સાયન્સ સિટી, ગોતા, ચાણક્યપુરી, સોલા સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદની આગાહી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, જેનાં કારણે રાહદારીઓ, વાહનચાલકો, રેકડીવાળાઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વરસાદમાં પલળવાથી બચવા માટે કોઈ બિલ્ડિંગનાં શેડ નીચે તો કોઈ ઝાડ નીચે જ્યાં સુરક્ષિત જગ્યા મળી ત્યાં ઊભા રહ્યા છે. વરસાદનાં કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) અને હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ઓક્ટોમ્બરની શરૂઆત સુધી વરસાદ રહી શકે છે.
આ પણ વાંચો - PM Modi in Bhavnagar : GST દરમાં ઘટાડો થવાને કારણે, બજારોમાં વધુ રોનક જોવા મળશે : PM મોદી
વરસાદ થતાં ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા, ખેલૈયાઓમાં ચિંતા!
બીજી તરફ નવરાત્રી (Navratri 2025) શરૂ થાય તે પહેલા જ મેઘરાજાએ ફરી એકવાર ધબધબાટી બોલાવતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાયા છે. વડોદરામાં પણ તાજેતરમાં થયેલા વરસાદનાં કારણે ગરબાનાં મેદાનમાં કાદવ-કીચડની સમસ્યા સર્જાઈ છે. ગત રોજ નાના-મોટા શેરી ગરબાઓમાં પણ વરસાદી પાણી (Rain in Gujarat) ભરાયેલા જોવા મળ્યા હતા. જ્યારે મોટા ગ્રાઉન્ડમાં પાણીનાં નિકાલની વ્યવસ્થા હોવા છતાં પણ કાદવ-કીચડથી મુશ્કેલી થવાની સંભાવના છે. માહિતી અનુસાર, નવલખી મેદાનમાં કીચડનાં કારણે પોલીસનાં ગરબા પણ રદ થઈ શકે તેમ છે. જ્યારે, નવરાત્રીનાં માત્ર એક દિવસ બાકી હોય ત્યારે કાદવ-કીચડ સાફ કરવું આયોજકો માટે માથાનાં દુ:ખાવા સમાન બન્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : શહેરના વાતાવરણમાં પલટો! અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું