Rain in Gujarat : રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, આ જગ્યાએ સૌથી વધુ વરસાદ ખાબક્યો!
- સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં અનેક વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો (Rain in Gujarat)
- જુનાગઢનાં માંગરોળ તેમ જ માળિયા હાટીના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો
- મગફળી, ડાંગર સહિતનાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ
- પોરબંદર, સુરત, નવસારી, વલસાડ સહિતનાં જિલ્લાઓમાં વરસાદ પડ્યો
Rain in Gujarat : સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. પંચમહાલ (Panchmahal), પોરબંદર, વલસાડ (Valsad), જુનાગઢ (Junagadh), નવસારી, સુરત (Surat) સહિતનાં જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદ થતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ ભારે પવન સાથે માવઠું પડતા મગફળી, ડાંગર સહિતનાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. જ્યારે, બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય બફારાથી રાહત પણ મળી છે.
આ પણ વાંચો - Junagadh જિલ્લાના ખેડૂતોના માથે સંકટ, માંગરોળ-માળિયા હાટીમાં ધોધમાર વરસાદ
Ambalal Patel | 26થી 30 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે | Gujarat First
રાજ્યમાં વરસાદને લઈને Ambalal Patel એ કરી આગાહી
અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાતાં ભારે વરસાદની શક્યતા
26થી 30 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના… pic.twitter.com/WvrUEO4GxO— Gujarat First (@GujaratFirst) October 25, 2025
Rain in Gujarat, જુનાગઢનાં માંગરોળ, માળિયા હાટીનામાં કમોસમી વરસાદ
આજે સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદે માઝા મૂકી છે. જુનાગઢનાં માંગરોળ (Mangrol) તેમ જ માળિયા હાટીના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અસહ્ય બફારા બાદ વરસાદ આવી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બપોર બાદ ચોરવાડ, આંબેચા, ગળોદર, વડાળા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ ખાબક્યો હતો. હાલ ખેડૂતોની મગફળીનાં પાથરા ખેતરમાં પડ્યા છે. ત્યારે, કમોસમી વરસાદથી મગફળીનાં પાકને નુકસાન થવાની ભીતિ છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.
આ પણ વાંચો - Rivaba Jadeja : રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ જાહેર મંચ પર કર્યો રસપ્રદ ખુલાસો!
પોરબંદર, વલસાડ, પંચમહાલ, નવસારી, સુરતમાં પણ વરસાદ
ઉપરાંત, વલસાડનાં ઉંમરગામમાં (Umargam) સૌથી વધુ પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. વાપી, ધરમપુર, કપરાડામાં અડધો-અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. પવન સાથે વરસાદ પડતા ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થઈ શકે છે. વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા છે. સાંજનાં સમયે વરસાદી માહોલ જામતા વિઝિબિલિટી પર અસર થઈ છે. કેટલીક જગ્યાએ ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીઓ પડી છે. પોરબંદરનાં માધવપુર, નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તાર, સુરતનાં કતારગામ, વરાછા, ઉધના, પાંડેસરા, પીપલોદ, અડાજણ સહિતનાં વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે.
આ પણ વાંચો - Bhavnagar : કોઝવે તૂટતાં કાળુભાર નદીનું પાણી ફરી વળ્યું, જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર


