Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: 14 વર્ષની સગીરા સાથે ગેંગરેપનો કેસ, બહેનપણીની મદદથી સગીરાનો શિકાર કરનાર 4 નરાધમો ઝડપાયા

રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી મિત્રતા એક 14 વર્ષની સગીરા માટે આફતરૂપ સાબિત થઈ છે. સગીર બહેનપણીની મદદથી ફસાવેલી આ બાળકી સાથે ત્રણ નરાધમોએ કારમાં ગેંગરેપ આચર્યો હતો. મિહિર કુગશીયા સહિત 8 આરોપીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ દાખલ થતા 4 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે,
rajkot  14 વર્ષની સગીરા સાથે ગેંગરેપનો કેસ  બહેનપણીની મદદથી સગીરાનો શિકાર કરનાર 4 નરાધમો ઝડપાયા
Advertisement
  • Rajkot માં 14 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના
  • પીડિતાની સગીર બહેનપણી સહિત 8 સામે ફરિયાદ
  • કુખ્યાત મિહિર કુગશીયા સહિત 8 વિરુદ્ધ ફરિયાદ
  • સગીરા સાથે કારમાં 3 લોકોએ આચર્યું હતું દુષ્કર્મ
  • દુષ્કર્મ કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા
  • સો.મીડિયાથી સગીરા આરોપીના સંપર્કમાં આવી હતી

Rajkot Gangrape Case: રાજકોટ (Rajkot) શહેરમાંથી સુરક્ષા અને મહિલા સુરક્ષાના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત શરમજનક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. ભક્તિનગર વિસ્તારમાં 14 વર્ષની સગીર વયની બાળકી સાથે ગેંગરેપ (Gangrape) ની ઘટના ઘટતા સમગ્ર શહેરમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. આ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયાની મિત્રતા બની આફત

તપાસમાં સામે આવ્યું છે કે, પીડિત સગીરા સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી એક આરોપીના સંપર્કમાં આવી હતી. આ જાળમાં ફસાવવા માટે સગીરાની પોતાની જ એક સગીર બહેનપણીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સગીર બહેનપણીએ જ પીડિતાની ઓળખ આરોપીઓ સાથે કરાવી હતી. ત્યારબાદ, કારમાં સવાર ત્રણ નરાધમોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Advertisement

મિહિર કુગશીયા સહિત 8 સામે ફરિયાદ

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ પીડિત પરિવાર દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન [Bhakti Nagar Police Station] માં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ગંભીર કેસમાં કુખ્યાત મિહિર કુગશીયા સહિત કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ (Police Arrest) કરી લેવામાં આવી છે.

Advertisement

Rajkot: પોલીસની તપાસ તેજ

આ કેસમાં પીડિતાની સગીર બહેનપણીની પણ સંડોવણી બહાર આવતા ચકચાર મચી ગઈ છે. શું આ માત્ર એક જ ઘટના છે કે આવા કોઈ મોટા નેટવર્કનો ભાગ છે, તે દિશામાં પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસે બાકીના ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ વાલીઓમાં પણ ભારે ચિંતા પ્રસરાવી છે કે કેવી રીતે સોશિયલ મીડિયા દ્વારા સગીર દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: PM Modi: યુરોપ પ્રવાસમાં વેરાવળનું ગૌરવ, જાણીતા સીફૂડ ઉદ્યોગપતિ જગદીશભાઈ ફોફંડી ભારતીય ડેલિગેશનનો ભાગ બન્યા

Tags :
Advertisement

.

×