Rajkot : સેન્સ પ્રક્રિયાને 'મૂર્ખ બનાવવાની રમત' ગણાવતા અતુલ પંડિતની પોસ્ટથી હડકંપ
રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જ પક્ષના એક દિગ્ગજ નેતાએ એવી પોસ્ટ મૂકી કે સંગઠનમાં સન્નાટો વ્યાપી ગયો છે. 'મૂર્ખ' શબ્દના પ્રયોગ સાથે કરવામાં આવેલા આ પ્રહાર પાછળ કોઈ મોટો આક્રોશ હોવાનું મનાય છે. આ એક પોસ્ટે શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આંતરિક જૂથવાદને છતો કરી દીધો છે. શું આ ટિપ્પણી ટિકિટની રેસનું પરિણામ છે કે બીજું કંઈ? સંજોગો ઘણા સૂચક છે.
Advertisement
- Rajkot ભાજપ નેતાની સેન્સ પ્રક્રિયા પર વિવાદિત પોસ્ટ
- શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન અતુલ પંડિતની વિવાદિત પોસ્ટ
- પોસ્ટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાને અતુલ પંડિતે ગણાવી 'મૂર્ખ'
- આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે: અતુલ પંડિત
- સેન્સ પ્રક્રિયા સમયે જ પોસ્ટ મૂકાતા ભાજપમાં ખળભળાટ
- વિવાદિત નિવેદન બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચા
Rajkot: સ્થાનિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આગામી કાર્યક્રમો અને ટિકિટ વિતરણના ભાગરૂપે લેવામાં આવતી સેન્સ પ્રક્રિયા (Sense Process) દરમિયાન જ પક્ષના એક વરિષ્ઠ નેતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે મોટો વિવાદ સર્જાયો છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતે (Atul Pandit) પોતાની એક ફેસબુક પોસ્ટ દ્વારા પક્ષની આંતરિક કામગીરી પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે.

