Rajkot: બાળ લગ્નનને સનસનીખેજ ખુલાસો, લગ્ન સર્ટિફિકેટની અરજીઓ જોઈ તંત્ર પણ દંગ
- Rajkot માં બાળ લગ્નનો મહાવિસ્ફોટ, 119 અરજીઓમાં ભાંડો ફૂટ્યો!
- રાજકોટ મનપા આરોગ્ય વિભાગની તપાસમાં થયો સનસનીખેજ ખુલાસો
- લગ્ન સર્ટિફિકેટ મેળવવાની અરજીઓ ચકાસતા તંત્ર પણ રહી ગયું દંગ
- 2025 થી અત્યાર સુધીમાં 119 જોડાઓએ બાળ લગ્ન કર્યા હોવાનું આવ્યું સામે
- નિયમ વિરુદ્ધ થયેલા તમામ લગ્નની નોંધણી અરજીઓ કરાઈ નામંજૂર
- સમાજ કલ્યાણ વિભાગના જાગૃતિ અભિયાન સામે ઉઠ્યા ગંભીર સવાલો
રાજકોટ (Rajkot) શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) ના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં મોટો ખુલાસો થયો છે કે શહેરમાં મોટી સંખ્યામાં બાળ લગ્ન (Child Marriage) થયા છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મનપાના પોર્ટલ પર લગ્ન નોંધણી (Marriage Registration) માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી.
Rajkot child marriage case: રાજકોટમાં લગ્ન નોંધણીની અરજીઓમાં ફૂટ્યો મોટો ભાંડો
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો
રાજકોટમાં 119 બાળ લગ્ન થયાનું સામે આવ્યું
વર્ષ 2025થી અત્યાર સુધીના ચોંકાવનારા આંકડા
મેરેજ સર્ટિફિકેટની ઓનલાઇન અરજીમાં થયો ખુલાસો
આરોગ્ય વિભાગે તમામ લગ્ન સર્ટિ… pic.twitter.com/lcRPV3PmSh— Gujarat First (@GujaratFirst) May 5, 2026
બાળ લગ્નના 119 કિસ્સા સામે આવ્યા
વર્ષ 2025 થી અત્યાર સુધીના ડેટા મુજબ, કુલ 119 જેટલા કિસ્સાઓ એવા મળી આવ્યા છે જેમાં લગ્ન કરનાર યુવક કે યુવતીની ઉંમર કાયદેસરની મર્યાદા કરતા ઓછી હતી. લગ્ન સર્ટિફિકેટ (Marriage Certificate) મેળવવા માટે જ્યારે અરજદારોએ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા, ત્યારે સોફ્ટવેર અને આરોગ્ય વિભાગની તપાસમાં વય મર્યાદાનો ભાંડો ફૂટ્યો હતો. નિયમ મુજબ, લગ્ન માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી અનિવાર્ય છે, પરંતુ આ કિસ્સાઓમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે.
Rajkot: લગ્ન સર્ટિફિકેટની અરજીઓ નામંજૂર
આ ગંભીર બેદરકારી સામે આવતા જ રાજકોટ મનપા (RMC) ના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી તમામ 119 લગ્ન સર્ટિફિકેટની અરજીઓ નામંજૂર (Rejected) કરી દીધી છે. આટલી મોટી સંખ્યામાં બાળ લગ્ન થવા તે સામાજિક ચિંતાનો વિષય છે. બીજી તરફ, આ ઘટનાને પગલે સમાજ કલ્યાણ વિભાગ (Social Welfare Department) ની કામગીરી અને જાગૃતિ અભિયાન સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. તંત્ર હવે આ દિશામાં કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો: Future of TMC after Bengal Election 2026: હવે મમતા બેનર્જીની TMC નું શું થશે?


