Rajkot સિવિલ હોસ્પિટલ સારવારને લઈને ફરી વિવાદમાં! દર્દી સાથે આવો વ્યવહાર?
- દર્દીને આપવામાં આવતી સારવારને લઈ હોસ્પિટલ વિવાદમાં આવી
- વોર્ડમાં દાખલ દર્દી ફરી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો
- શું સિક્યુરિટી માત્ર હોસ્પિટલના ડૉક્ટર માટે જ હોય છે?
Rajkot Civil Hospital: રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવારને લઈને ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એક દર્દીને સારવાર આપવાને લઈને ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરેલ દર્દી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. શું હોસ્પિલમાં આવી રીતે દર્દીને આવી રીતે સારવાર આપવામાં આવે છે? મળતી જાણકારી પ્રમાણે સર્જરી વિભાગમાં સારવાર લઈ રહેલા મનોજ ઉદ્વવ નામના વ્યક્તિ લોબીમાં જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Gondal : ભુણાવા ગામ નજીક 34 વર્ષીય પરિણીત યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
સર્જરી વોર્ડમાંથી લોબીમાં કેમ પહોચ્યો?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, હુમલામાં ઘવાયેલ શ્રમિકને સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં સર્જરી વોર્ડ નંબર 2 માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. મંગળવારે બપોરના સમયે કાલાવડ રોડ પરથી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સર્જરી વોર્ડમાંથી લોબીમાં કેમ પહોચ્યો તેવા અનેક સવાલો થઈ રહ્યાં છે. આગવ સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર આપવી ન પડે તેમાટે સ્ટ્રેચરમાં લઇ PM રૂમ સુધી મૂકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: શહેરમાં વધતી ગુનાખોરીને લઈ ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં! કહ્યું - જે ગુના બન્યા તેમાં..!
સિક્યુરિટી શું માત્ર ડૉકટરોની રક્ષા માટે રાખવામાં આવી?
આમતો સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત આર્મી સ્કિયુરોટી સજ્જ છે, જો દર્દીને મળવા જવું હોય તો પણ પાસની જરૂર પડતી હોય છે તો પછી દર્દી બહાર કેમ આવ્યો? સિક્યુરિટી શું માત્ર ડૉકટરોની રક્ષા માટે રાખવામાં આવી? આવા સ્ટાફ સામે પણ તમામની પણ તમામ માહિતી અધિકારી સુધી પહોચાડવાની જવાબદારી સોંપવી જોઈએ તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પરંતુ અત્યારે દર્દીને આપવામાં આવેલી આવી સારવારને લઈને અનેક સવાલો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Kutch : વેલ્ડિંગ સમયે ટેન્કરમાં પ્રચંડ બ્લાસ્ટ! એક શખ્સનું મોત, વિસ્તારમાં દહેશત!