ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RAJKOT : TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પ્રથમવાર યોજાશે 'ધરોહર' લોકમેળો, લોકોની સુરક્ષા ઉપર હજી પણ પ્રશ્નાર્થ!

RAJKOT " ધરોહર " લોકમેળાની તૈયારીઓ પુર જોશમાં રાજકોટ જિલ્લા કલેકટર માટે આ મેળો બની રહેશે પડકાર રૂપ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ મેળો યોજાતા મેલમાં સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો કલેકટર જાહેર કરેલી SOP ના કારણે રાઈડ...
10:10 AM Aug 20, 2024 IST | Harsh Bhatt
RAJKOT " ધરોહર " લોકમેળાની તૈયારીઓ પુર જોશમાં રાજકોટ જિલ્લા કલેકટર માટે આ મેળો બની રહેશે પડકાર રૂપ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ મેળો યોજાતા મેલમાં સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો કલેકટર જાહેર કરેલી SOP ના કારણે રાઈડ...

RAJKOT માં દર વર્ષે જન્માષ્ટમી પર્વની ઉજવણી દરમિયાન યોજાતા ભાતીગળ લોકમેળાનું નામ નક્કી કરવા માટે વહીવટી તંત્રએ આ વર્ષે નવો પ્રયાસ કર્યો હતો.આ પ્રક્રિયામાં શહેરની જનતાનો પણ સહકાર લઈ,તેમના સૂચનો પ્રમાણે લોકમેળાનું નામ નક્કી કરવામાં આવ્યુ હતું. લોકમેળા સમિતિ દ્વારા લોકો પાસેથી વિવિધ નામોના સૂચનો માગવામાં આવ્યા હતા, અને તેમાંનાં અનેક સૂચનોમાંથી ‘ધરોહર’ નામને મંજુરી આપવામાં આવી છે.પરંતુ આ વર્ષનો આ 'ધરોહર' લોકમેળો કલેક્ટર માટે ખૂબ જ પડકારજનક બનવાનો છે. ચાલો જાણીએ શું છે કારણ

RAJKOT જિલ્લા કલેકટર માટે આ મેળો ખૂબ જ પડકારજનક

RAJKOT માં દર વર્ષે જન્માષ્ટમી પર્વમાં ઉજવાતો આ મેળો આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે.પરંતુ આ વર્ષે બનેલી TRP ગેમઝોનની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું.આ ઘટનાની યાદ હજી પણ રાજકોટ વાસીઓના મનમાં તાજી છે.TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ આ પહેલો લોકમેળો છે. જેના કારણે રાજકોટ જિલ્લા કલેકટર માટે આ મેળો ખૂબ જ પડકારજનક બની રહેવાનો છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ મેળો યોજાતા મેળામાં સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

મેળાને ફક્ત ચાર જ દિવસ બાકી છે ત્યારે હજુ મેદાનમાં ફાઉડેશન કામ શરૂ કરાયું નથી

વધુમાં આ લોકમેળા માટે કલેકટર દ્વારા SOP જાહેર કરવામાં હતી જેનો બહિષ્કાર મેળાના રાઈડ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો.બીજી બાજુ ખાનગી મેળા સંચાલકો દ્વારા આ મેળામાં પ્લોટ ખરીદવામાં આવ્યા છે. ત્યારે અહી પ્રશ્ન એ ઊભો થાય છે કે, આટલા મોટા લોકમેળામાં જ્યાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યાં ખાનગી મેળા સંચાલકો શું નિયમનું પાલન કરશે? મેળો 24 તારીખના રોજ ખુલ્લો મુકાવવાનો છે ત્યારે હવે મેળાને ફક્ત ચાર જ દિવસ બાકી છે ત્યારે હજુ મેદાનમાં ફાઉડેશન કામ શરૂ કરવામાં આવ્યું નથી.ત્યારે અહી મોટો સવાલ એ છે કે મેળામાં લોકોની સુરક્ષા જળવાઈ રહેશે કે નહિ?

આ પણ વાંચો : GONDAL: નેશનલ હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, 4 વ્યક્તિઓનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

Tags :
DHAROHAR LOKMELOGujarat FirstGujarat NewsRAJKOTRajkot CollectorRAJKOT DHAROHARRAJKOT LOKMELORajkot TRP GameZone
Next Article