Rajkot : મોડી રાત્રે 13 ધાર્મિક દબાણ દૂર કરાયા, સ્થાનિકોએ રામધૂન બોલાવી મંદિર હટાવવાનો કર્યો વિરોધ
- Rajkot મા રોડ પરના ધાર્મિક દબાણ દૂર કરાયા
- Rajkot Municipal Corporationની કાર્યવાહી વચ્ચે લોકોનો વિરોધ
- સ્થાનિકોની બાંહેધરી બાદ તંત્રએ લીધો નવો નિર્ણય
- દબાણ હટાવાતા લોકો-અધિકારીઓ આમને સામને થયા હતા
- અધિકારીઓએ સમજાવટથી કામ લીધું
Rajkot : રાજકોટમાં મોડી રાત્રે 13 ધાર્મિક દબાણ દૂર કરાયા છે અને મનપા અધિકારીઓએ (corporation officer) પોલીસની (police) સાથે રાખી કાર્યવાહી કરી છે. મવડી મેઇન રોડ (raod) પર હનુમાનજીનું મંદિર (hanumanji temple) હટાવતાં વિરોધ કરવામાં આવ્યો હતો.સ્થાનિકોએ રામધૂન બોલાવી મંદિર હટાવવા કર્યો વિરોધ અને સ્થાનિકોની મોડી રાત સુધી અધિકારીઓ સાથે રકઝક થઈ હતી. 48 કલાકમાં મંદિરમાં નાનુ કરવાની સ્થાનિકોએ બાંહેધરી આપી જેના કારણે મનપાના સ્ટાફે મંદિરનો ઓટલો તોડયો હતો.
રાજકોટ શહેરમાં ધાર્મિક બાંધકામો તોડી પડાયા
રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે. એમ. કૈલા, 5 PSI અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું છે, જેને તોડી પાડવા માટે RMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જો કે આ વાતની જાણ થતા સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઇ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી.
આટલી જગ્યાના દબાણો દૂર કરાયા
(1) હનુમાનજીની દેરી: 12 મી. ટી.પી. રોડ
(2) હનુમાનજીની દેરી: અપાર્ટમેન્ટ વાળી શેરી નં.2, યોગીનગર મેઈન રોડ, દેશા ચૌકી પાસે, રાજકોટ
(3) માપા સાહેબ-મેલડીમાં મંદિર: માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ
(4) અંબાજી મંદિર-પવળપુર હનુમાન મંદિર: માયાણી આવાસ યોજના, ગોકુલ ગ્રીનલેન્ડ રેસિડન્સી પાસે, રાજકોટ
(5) ઉદ્યાનપાલની મેલડીમાં મંદિર: વિકાસનગર-3, માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ
(6) શ્રી હનુમાનજી મંદિર: શ્રીનાથજી કૃપા, વિકાસ વૃંદાવન સાથે, ઉદય નગર-2, શેરી નં.13, મવડી રાજકોટ
(7) શ્રી કસ્તભંજન હનુમાન મહારાજ મંદિર: ઉદય નગર-2, શેરી નં.17, મવડી, રાજકોટ
(8) શ્રી કાળીયા હનુમાનજી મંદિર: ભક્તિનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્ષની સાથે, ઉદયનગર-19, મવડી મેઈન રોડ, રાજકોટ
(9) શ્રી જય બાલાજી મંદિર: માનસ સ્ક્વેર (જય ભવાની જવેલર્સ), મવડી મેઈન રોડ, રાજકોટ
(10) શ્રી હનુમાનજી મંદિર: માયાણી ચોક, બકુલબેન શોપિંગ સેન્ટર, રાજકોટ
(11) શ્રી હનુમાનજી મંદિર: માયાણી ચોકની બાજુમાં, રાજકોટ
(12) માતાજી મંદિર: આર.એમ.સી. વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, ચૌરસિયા, નાનામવા, રાજકોટ
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : રાજકોટમાં મોડી રાત્રે 13 ધાર્મિક દબાણ દૂર કરાયા


