Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : જેતપુરમાં પુત્રના પાપે પિતાને જેલના સળિયા ગણવા પડ્યા, બિયરના ટીન સાથે ધરપકડ

રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરનાં (Jetpur) ધોરાજી રોડ પર આવેલ ત્રિનેત્ર કોમ્પલેક્સમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપો મારી તપાસ કરતા વોક્સ વેગન અને શિફ્ટ કારમાંથી 4 બિયરના ટીન મળી આવ્યા હતા આ અંગે પોલીસે બિયરનાં ટીન સાથે પ્રૌઢની ધરપકડ કરી...
rajkot   જેતપુરમાં પુત્રના પાપે પિતાને જેલના સળિયા ગણવા પડ્યા  બિયરના ટીન સાથે ધરપકડ
Advertisement

રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરનાં (Jetpur) ધોરાજી રોડ પર આવેલ ત્રિનેત્ર કોમ્પલેક્સમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપો મારી તપાસ કરતા વોક્સ વેગન અને શિફ્ટ કારમાંથી 4 બિયરના ટીન મળી આવ્યા હતા આ અંગે પોલીસે બિયરનાં ટીન સાથે પ્રૌઢની ધરપકડ કરી પૂછપરછ કરતા બિયરનાં ટીન પોતાનો પુત્ર વેચાણ અર્થે લઈ આવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને કારને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટના (Rajkot) જેતપુરનાં ધોરાજી રોડ (Dhoraji Road) પર આવેલ ત્રિનેત્ર કોમ્પલેક્સનાં પાર્કિંગમાં શંકાસ્પદ વસ્તુની હેરફેર થતી હોવાની માહિતી પરથી પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી તપાસ કરતા બે કારમાંથી 4 બિયરનાં ટીન મળી આવ્યા હતા. આ અંગે પોલીસે ભરતભાઈ હિરાણી ઉ.વ. 54 ની ધરપકડ કરી હતી. આ બનાવ જાહેરમાં ધોરાજી રોડ પર બનતા આ ઘટના જોવા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા

Advertisement

Advertisement

પોલીસની પૂછપરછમાં બિયરનાં ટીન ભરતભાઈનો પુત્ર આનંદ ઉર્ફે કૌશલ વેચાણ અર્થે લઈ આવ્યો હોવાની કબુલાત આપી છે. જો કે, આનંદ ઉર્ફે કૌશલ હાજરમાં મળી આવેલ ન હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે 9 લાખની કિંમતની બે કાર પોલીસે (Rajkot Police) ટોઈંગ કરી અને બિયરના ટીન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ : હરેશ, જેતપુર

આ પણ વાંચો - Surendranagar : માત્ર 8 માસ પહેલા શરૂ થયેલા લીંબડી સર્કલ હાઇવે ઓવરબ્રિજ પર મસમોટું ગાબડું

આ પણ વાંચો - Surat : વરસાદમાં નવા રોડ પણ ધોવાઈ ગયા! સ્થાઇ સમિતિનાં ચેરમેને કહ્યું- ડામર અને પાણીનું..!

આ પણ વાંચો - Rajkot : મવડી બ્રિજ પાસે મળ્યો મહિલાનો મૃતદેહ, મોત પાછળ ચોંકાવનારું પ્રથમિક તારણ!

Tags :
Advertisement

.

×