Rajkot: ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, મોરબી રોડ પરથી 500 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો
રાજકોટમાં ખાણી-પીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના મોરબી રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને લાયસન્સ વિના ચાલતું પનીરનું એક કારખાનું ઝડપી પાડ્યું છે. અહીંથી 500 કિલો શંકાસ્પદ પનીર મળી આવતા તેને સીઝ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ સંચાલકને દંડ ફટકારી નોટિસ અપાઈ છે
Advertisement
Rajkot Food Raid: રાજકોટ (Rajkot) શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ડામવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. આ અંતર્ગત, મોરબી રોડ (Morbi Road) પર આવેલા સેટેલાઇટ ચોક નજીક ચાલતા પનીરના એક કારખાનામાં ફૂડ વિભાગની ટીમે ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન મોટા પાયે નિયમોના ઉલ્લંઘન સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

