Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: જસદણથી સોમનાથ સુધીની ભવ્ય શિવ વંદના પદયાત્રા શરૂ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને પદયાત્રાનો પ્રારંભ

Rajkot: આજે જસદણ તાલુકાના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને “જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા”નો ભવ્ય અને ભાવસભર શુભારંભ કરવામાં આવ્યો છે. વૈદિક મંત્રોચ્ચાર, શિવ સ્તુતિ અને હર હર મહાદેવના નાદ સાથે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રામાં ભાજપના આગેવાનો, સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે.
rajkot  જસદણથી સોમનાથ સુધીની ભવ્ય શિવ વંદના પદયાત્રા શરૂ  કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને પદયાત્રાનો પ્રારંભ
Advertisement

  • જસદણના ઘેલા સોમનાથ મંદિરથી લઈ 220 કીલો મીટર ની યાત્રા યોજાશે
  • વૈદિક મંત્રોચ્ચાર, શિવ સ્તુતિ અને હર હર મહાદેવના નાદ સાથે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી
  •  રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને પદયાત્રનો ભવ્ય શુભારંભ
  • યાત્રામાં ભાજપના આગેવાનો, સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા
  • પદયાત્રા કુલ આઠ દિવસમાં સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર સુધી પહોંચશે
  • ભક્તો માટે ભજન, કીર્તન અને શિવ વંદનાના કાર્યક્રમો યોજાશે

Advertisement

Rajkot: આજે જસદણ તાલુકાના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાનેજનકલ્યાણ શિવ વંદના પદયાત્રા”નો ભવ્ય અને ભાવસભર શુભારંભ કરવામાં આવ્યો છે. વૈદિક મંત્રોચ્ચાર, શિવ સ્તુતિ અને હર હર મહાદેવના નાદ સાથે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રામાં ભાજપના આગેવાનો, સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે.

Advertisement

rajkot-jasadan payatra-Gujarat first

જનકલ્યાણ શિવ વંદના પદયાત્રાનો ઘેલા સોમનાથ મંદિરથી ભવ્ય પ્રારંભ

જસદણ તાલુકાના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને 'જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા'નો ભવ્ય અને ભાવસભર શુભારંભ કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર, શિવ સ્તુતિ તથા 'હર હર મહાદેવ'ના ગગનભેદી જયઘોષ વચ્ચે આ પદયાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રા ઘેલા સોમનાથ મંદિરથી શરૂ થઈને લગભગ 220 કિલોમીટરનું અંતર કાપીને આઠ દિવસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પહોંચશે.

rajkot-jasadan payatra-Gujarat first

યાત્રા દરમિયાન આ કાર્યક્રમોનું કરાયું આયોજન

આ યાત્રા દરમિયાન દરરોજ અલગ-અલગ ગામો અને વિસ્તારોમાંથી પસાર થશે, જ્યાં રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળોએ ભક્તો માટે ભજન, કીર્તન અને શિવ વંદનાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરવાનો તેમજ સમાજમાં એકતા અને સદભાવના વધારવાનો છે.

મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા

યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા છે, જેમાં ભાજપના આગેવાનો, સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો તથા ભાવિક ભક્તોનો સમાવેશ થાય છે.આઠ દિવસ બાદ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરે પહોંચીને યાત્રા પૂર્ણ થશે, જ્યાં ભગવાન સોમનાથના વિશેષ દર્શન સાથે પૂજા અને આરતીનું આયોજન કરાશે. આ યાત્રા સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસારિત કરશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: Gujarat News: આજે 20 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×