Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: પોતાના વતનમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

નેશનલ હાઇવે 48 પર રાજકોટ LCB ટીમને નડ્યો હતો અકસ્માત દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળ પર થયું હતું મોત પોતાના વતન રાજસ્થાનમાં અજમેરના અરડકા ગામે અંતિમ વિધિ કરાઈ ગાર્ડ ઓફ ઓનર સાથે દિગ્વિજયસિંહને આપાઈ અંતિમ વિદાય Rajkot: રાજકોટ ગ્રામ્ય એલસીબીની...
rajkot  પોતાના વતનમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
  1. નેશનલ હાઇવે 48 પર રાજકોટ LCB ટીમને નડ્યો હતો અકસ્માત
  2. દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળ પર થયું હતું મોત
  3. પોતાના વતન રાજસ્થાનમાં અજમેરના અરડકા ગામે અંતિમ વિધિ કરાઈ
  4. ગાર્ડ ઓફ ઓનર સાથે દિગ્વિજયસિંહને આપાઈ અંતિમ વિદાય

Rajkot: રાજકોટ ગ્રામ્ય એલસીબીની પોલીસ ટીમને સુરત-વડોદરા હાઈવે પર અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો હતો. આ આ અકસ્માતમાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયુ હતું. જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હતી. ત્યારે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડને પોતાના વતન રાજસ્થાનમાં અજમેર જિલ્લાના અરડકા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Advertisement

રૂરલ એલસીબીમાં આઠ માસ પહેલા થઈ હતી નિયુક્તિ

પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ 40 વર્ષના મૃતક દિગ્વિજયસિંહને સંતાનમાં એક દીકરો છે જ્યારે પત્ની હાલ સગર્ભા છે જેના કારણે ભારે કરૂણતા છવાઈ ગઈ છે. પત્ની સગર્ભા હોય અને નિવૃત્ત એસઆરપીમેન પિતા નરેન્દ્રસિંહએ તાજેતરમાં જ હાર્ટ સર્જરી કરાવી હોવાથી બંનેને શરૂઆતમાં અકસ્માતમાં ઇજા થઇ છે, તેવી જ જાણ કરાઈ હતી, બાદમાં આખી હકીકત જણાવતા ભારે કલ્પાંત છવાયો હતો.

Advertisement

આ પણ વાંચો: NH 48 પર રાજકોટ LCB ટીમની ખાનગી કારને ટ્રકે મારી ટક્કર, પોલીસકર્મીનું કમકમાટીભર્યું મોત

દિગ્વિજયસિંહ વર્ષ 2010 માં પોલીસ ફોર્સમાં જોડાયા હતા

દિગ્વિજયસિંહ મૂળ રાજસ્થાની રાઠોડ રાજપૂત પરિવારમાંથી આવતા હતા. ગોંડલમાં એસઆરપી લાઈન બોય તરીકે ઉછરેલા દિગ્વિજયસિંહ પિતાના પગલે વર્ષ 2010 માં પોલીસ ફોર્સમાં જોડાયા હતા. ગોંડલ તાલુકા, ગોંડલ સિટી અને ડીવાયએસપી ઓફિસ બાદ એલસીબીમાં આઠ માસ પહેલા નિયુક્તિ થઈ હતી. પરિવારમાં 3 ભાઈઓ છે એક ભાઈ આર્મીમાં નોકરી કરે છે બીજો ભાઈ પ્રાઇવેટ નોકરી કરે છે તેમના પિતા નિવૃત એસઆરપીમેન છે. દિગ્વીજયસિંહને સંતાનમાં એક પુત્ર છે. જ્યારે બીજું સંતાન ઉદરમાં જ ઉછરી રહ્યું છે. જેના પગેલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

Advertisement

આ પણ વાંચો: વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન; ગેરકાયદેસર બાંધકામો કરાયા ઢેર, 36 બુલડોઝર અને 70 ટ્રેક્ટર તૈનાત

વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમ વિધિ કરાઈ

અકસ્માત બાદ તેમના ભાઈ અને અન્ય સગા સંબંધી અંકલેશ્વર દોડી ગયા હતા. મૃતદેહના પીએમ બાદ દિગ્વિજયસિંહના પાર્થિવ દેહને મૂળ વતન રાજસ્થાનના અજમેર પાસે સિકર રોડ પર આવેલા પોતાના ગામ અડકર ગામે લઈ જવામાં આવેલ છે. મૂળ વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. રાજકોટ રૂરલ એલસીબીની ટીમ સુરત ખાતેથી પેરોલ જમ્પના એક આરોપીને ઝડપી લઇ પરત રાજકોટ તરફ આવતા હતા. ત્યારે 26 સપ્ટેમ્બરની વહેલી સવારે સુરતથી અંકલેશ્વર વચ્ચે કોસંબા પોલીસ મથકની હદમાં રોઝગાર્ડન હોટલ અને સીએનજી પેટ્રોલ પંપની વચ્ચે ધામરોડ વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર બંધ ટ્રેઇલરની પાછળ ક્રેટા કાર ઘુસી જતા કારનો અકસ્માત થયો હતો. કારમાં સવાર રૂરલ એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ નરેન્દ્રસિંહ રાઠોડને ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

આ પણ વાંચો: Jamnagar: આધુનિય યુગમાં આવું દૂષણ! અંધશ્રદ્ધાથી પ્રેરાઈને માતાજીને ચઢાવ્યું મરઘીનું લોહી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, રાજકોટ

Tags :
Advertisement

.