ઉમિયા મંડપ સર્વિસ બિલોની ચૂકવણી
પ્રાપ્ત વિગતો અનુસાર, ડિમોલિશનની કામગીરી દરમિયાન વિવિધ વહીવટી સેવાઓ પૂરી પાડનાર એજન્સી ઉમિયા મંડપ સર્વિસ (Umiya Mandap Service) ને લાખો રૂપિયાના બિલોની ચૂકવણી (Bill Payment) તાબડતોબ કરી દેવામાં આવી છે. આ સરકારી બિલના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. ડિમોલિશન સ્થળ પર માત્ર પાણી પૂરૂં પાડવા જેવી પ્રાથમિક સુવિધા માટે રૂ. ૧૨.૪૦ લાખના પાણીના બિલની ચૂકવણી (Water Bill Payment) વહીવટી તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, ત્યાં અધિકારીઓ કે સ્ટાફ માટે ઉભા કરાયેલા શેડ કે મંડપ માટે રૂ. ૬.૫૦ લાખના મંડપના ખર્ચની પણ ચૂકવણી (Mandap Expense Payment) કરી દેવાઈ છે.
વહીવટી પ્રક્રિયાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
ચોંકાવનારી બાબત એ છે કે આ તમામ નાણાકીય વ્યવહારોમાં નક્કી કરેલા રેટ કોન્ટ્રાક્ટ (Rate Contract) ના આધારે બિલની ચૂકવણી તો કરી દેવામાં આવી, પરંતુ વહીવટી પ્રક્રિયાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે આટલી મોટી રકમના બિલો મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) સમક્ષ સત્તાવાર રીતે દરખાસ્ત મૂકવી અનિવાર્ય હોય છે. જો કે, આ કિસ્સામાં અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂક્યા વગર જ પોતાની સત્તાનો ઉપયોગ કરીને બારોબાર ભંડોળ મુક્ત કરી દીધું છે.
Rajkot: આ આખી પ્રક્રિયા શંકાના દાયરામાં
આ આખી પ્રક્રિયા શંકાના દાયરામાં આવતા હવે સમગ્ર પ્રશાસનિક આલમમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિક સ્તરે એવી વ્યાપક ચર્ચા (Public Discussion) છે કે જવાબદાર અધિકારીઓએ ડિમોલિશનની આડમાં ખૂબ જ મોટા અને ફૂલાવી-ફાલાવીને સરકારી ખર્ચા બતાવીને પોતાના ખિસ્સા ભર્યા (Corruption Allegations) છે. આ કથિત ગેરરીતિ સામે આવ્યા બાદ જનતાના નાણાંનો દુરુપયોગ રોકવા માટે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ (High-Level Investigation) થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.
ઉમિયા મંડપના સંચાલક પિન્ટુ દેસાઈનું નિવેદન
ઉમિયા મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈનું નિવેદન આવ્યું સામે પિન્ટુ દેસાઈએ કહ્યું કે "2023માં રેટ કોન્ટ્રાક્ટમાં પાણીની બોટલનો 8 રુપિયા ભાવ","બજારમાંથી 3.5થી 4 રૂપિયામાં પાણીની બોટલ ખરીદી" હતી,"બિલ મુકવામાં આવ્યું, તેમા અધિકારીઓનો કોઈ રોલ નથી" અને "રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ બોટલો આપી તે પ્રમાણે બિલ મૂક્યું" નવા કોન્ટ્રાકટમાં 4.5 રુપિયા નક્કી થયા છે
આ પણ વાંચો: Vadodara Vibrant Summit: ગિફ્ટ સિટી ભારતના વૈશ્વિક નાણાંકીય પ્રવેશદ્વાર તરીકે પોતાની ભૂમિકા રજૂ કરશે