Rajkot: જસદણના છત્રી બજારમાં હડકાયા શ્વાનનો આતંક, બચકા ભરતા હોય તેવા CCTV આવ્યા સામે
જસદણના ધમધમતા છત્રી બજારની એક ગલીમાં સામાન્ય દિવસની જેમ પસાર થઈ રહેલા વસીમભાઈ માટે આ પળ કાળ બનીને ત્રાટકશે તેવું તેમણે સપનેય વિચાર્યું નહોતું. છેલ્લા પખવાડિયાથી આતંક મચાવી રહેલા એક હડકાયા શ્વાને તેમને એવી રીતે નિશાન બનાવ્યા કે જોનારા લોકોના પણ કાળજા કંપી ગયા.
Advertisement
Rajkot Jasdan Dog Attack: રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા અને હડકાયા શ્વાનનો આતંક (Stray Dog Terror) ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જસદણના વ્યસ્ત ગણાતા છત્રી બજાર (Chhatri Bazar Jasdan) વિસ્તારમાં એક હડકાયા શ્વાને આતંક મચાવતા સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ શ્વાને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ નાગરિકને નિશાન બનાવી અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ સમગ્ર હિંસક હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Footage) માં કેદ થઈ ગઈ છે.

