Rajkot: લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો, મુસ્લિમ શખ્સના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં એક પરિણીતાની સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા આખરે તેના માટે મોતનો માર્ગ બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલો સંબંધ હોટલમાં દુષ્કર્મ, ધર્મ પરિવર્તનનું દબાણ અને ખાનગી વીડિયો વાયરલ કરવાની ધમકીઓ સુધી પહોંચ્યો છે. પતિની સતર્કતાથી જીવ બચ્યા બાદ હવે પોલીસ અને આરોપીના જૂના ગુનાઓ વચ્ચે એક નવો વળાંક સામે આવ્યો છે.
Advertisement
Rajkot Love Jihad: રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી મિત્રતા એક ભયાનક વળાંક પર આવીને અટકી છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર થયેલી ઓળખાણ બાદ, અફઝલ નામના શખ્સે પરિણીતાને પોતાની જાળમાં ફસાવી ધર્માંતરણ માટે મજબૂર કરી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, આરોપી તેને ગોંડલ રોડ (Gondal Road) પર આવેલી એક હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારતો હતો અને તેના ખાનગી ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમયથી બ્લેકમેલ કરતો હતો.

