ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : 12 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની આકરી સજા

ફરિયાદનાં આધારે ઝડપાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
11:53 PM Feb 19, 2025 IST | Vipul Sen
ફરિયાદનાં આધારે ઝડપાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
Rajkot_Gujarat_first main 2
  1. Rajkot નજીક શાપર-વેરાવળની હચમચાવતી ઘટનામાં કોર્ટનો ચુકાદો
  2. 12 વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની આકરી સજા
  3. વેફર લેવા જતી 12 વર્ષીય તરુણીને ચોકલેટ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું

રાજકોટ (Rajkot) નજીક શાપર-વેરાવળમાં રહેતી 12 વર્ષની તરુણીને માતાએ વેફર લેવા 5 રૂપિયા આપ્યા હતાં પરંતુ, પુત્રી ઘરે ચોકલેટ લઈને આવ્યા બાદ માતાએ ચોકલેટ અંગે પૂછપરછ કરતા માસૂમ બાળકીએ એક શખ્સે ચોકલેટ આપી દુષ્કર્મ આચર્યુ હોવાની આપવીતી વર્ણવી હતી. જે અંગે નોંધાયેલી ફરિયાદનાં આધારે ઝડપાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ પણ વાંચો - Bharuch : યુનિવર્સલ સ્કૂલની નજીક ગેસ લીકેજથી દોડધામ, 700 બાળકોનો જીવ જોખમમાં મૂકાયો!

વેફર લેવા જતી 12 વર્ષીય તરણીને ચોકલેટ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું

આ કેસની હકીકત મુજબ, રાજકોટનાં (Rajkot) શાપર-વેરાવળમાં રહેતા પરિવારની 12 વર્ષની તરુણીને તેની માતાએ વેફર લેવા માટે 5 રૂપિયા આપ્યા હતાં જો કે તરુણી ચોકલેટ લઈને ઘરે આવી હતી, જેથી માતાને શંકા જતાં 'મે તને 5 રૂપિયા આપ્યા હતાં છતાં વધુ રકમની ચોકલેટ ક્યાંથી લાવી' તે અંગે પૂછપરછ કરી હતી. જે પૂછપરછ દરમિયાન તરુણીએ ચોકલેટ શાપર-વેરાવળમાં (Shapar-Veraval Case) શાંતિધામ ગેઈટ પાસે અક્ષર રેસીડેન્સીમાં રહેતા રોહિત મનીષ વાઘેલાએ આપી હોવાનું જણાવ્યું હતું. અગાઉ પણ રોહિત વાઘેલાએ પોતાનાં ઘરે બોલાવી બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની આપવીતી તરૂણીએ માતા સામે વર્ણવી હતી. જે અંગે ભોગ બનનાર બાળાની માતાએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં (Shapar-Veraval Police) રોહિત મનીષ વાઘેલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ આરોપી રોહિત વાઘેલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

આ પણ વાંચો - Vadodara : PT શિક્ષકે વિદ્યાર્થિની છેડતી કરી, શાળાએ માત્ર ટર્મિનેટ કર્યો, પો. ફરિયાદ અંગે આચાર્યે કહી આ વાત

કોર્ટે આરોપીને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી

જે કેસમાં આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કે, ગોંડલ સેશન્સ કોર્ટમાં (Gondal Sessions Court) ચાલી જતાં બન્ને પક્ષની રજૂઆત બાદ ભોગ બનનાર અને તેની માતાની જુબાની તેમ જ દસ્તાવેજી પુરાવા અને સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં વાવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ ગોંડલ સેશન્સ જજ એમ.એ. ભટ્ટીએ 12 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરનાર નરાધમ રોહિત વાઘેલાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારપક્ષે સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયા રોકાયા હતાં.

આ પણ વાંચો - Khyati Hospital Scam : GMC ની મિટિંગમાં મોટો નિર્ણય, આ બે ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ

Tags :
Crime NewsGondal Sessions CourtGUJARAT FIRST NEWSPOCSO ActRAJKOTShapar-Veraval CaseShapar-Veraval PoliceTop Gujarati News
Next Article