Rajkot: દારૂના કેસમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનુ નામ બહાર આવ્યું
- ગોપાલ નગર-9 વિસ્તારમાં ભક્તિનગર પોલીસે દરોડા પાડ્યા
- આ કેસમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ સામે આવ્યું
- પોલીસ ધરપકડ કરવા ગઈ ત્યારે જયદીપ દેવડા થઈ ગયો ફરાર
Rajkot: રાજકોટ શહેરમાં સ્થાનિક ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાના નામ દારૂના કેસમાં સામે આવતાં ચકચાર મચી ગયો છે. આ ઘટનામાં ગોપાલ નગર-9 વિસ્તારમાં ભક્તિનગર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે પોલીસે જાણ કરવામાં આવી હતી કે, જયદીપ દેવડાનો સ્રોત અને મિત દેવડાના ભાઈની સંડોવણી છે. આ માહિતી પરથી પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ, જે પછી જયદીપ દેવડાની માહિતી મળી આવી. પરંતુ જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા ગઈ ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: અચાનક લિફ્ટ બંધ થઈ જતા 16 લોકોના જીવ તાળવે ચોટ્યા, ફાયર વિભાગે તમામનું કર્યું રેસ્ક્યુ
ઘટના અંગે વિસ્તારના લોકોમાં ભય અને અસંતોષની લહેર
ભક્તિનગર પોલીસે તપાસમાં જતાં જયદીપ દેવડાના નામનો ઉલ્લેખ થતા આ કેસને વધુ ગંભીરતાથી લેવામાં આવ્યું. આ દરમિયાન જયદીપને બચાવવા માટે વોર્ડ નંબર 14 ના કોર્પોરેટરે પોતાના સ્તરે દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભક્તિનગર પોલીસની કાર્યવાહી સામે તે ફેલ થઈ ગયું. આ ઘટના અંગે વિસ્તારના લોકોમાં ભય અને અસંતોષ વ્યાપી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતૃત્વ સામે આ પ્રકારના મામલાઓએ હવે એક પડકાર ઊભો કર્યો છે, કારણ કે આ ઘટનાના પગલે સ્થાનિક પ્રતિનિધિઓની છબી ખરડાઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બાઈકર્સના જીવલેણ સ્ટંટ, આયોજક સહિત 9 સામે ગુનો
જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નંબર- 14 ના કોર્પોરેટરે ખુબ ધમપછાડા
દારૂના કેસમાં આરોપી તરીકે ભાજપના યુવા નેતાનું નામ સામે આવતા અત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ આના કારણે ભાજપની છબી ખરડાઈ રહીં છે. આખરે પક્ષ શા માટે આવા લોકોને છાવરે છે? નોંધનીય છે કે, આરોપી જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નંબર- 14 ના કોર્પોરેટરે ખુબ ધમપછાડા કર્યા હતાં પરંતુ પોલીસે પોતાના કાર્યવાહી ચાલું રાખી અને જયદીપ દેવડાને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી છૂટા છવાયા વરસાદની આગાહી, જાણો કેવી રહેશે નવરાત્રી