Rajkot: પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો કરના PI સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ
- જૂનાગઢ ફરજ બજાવતા PI સંજય પાદરીયા સામે નોંધાઈ ફરિયાદ
- રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ સંજય પાદરીયા સામે ફરિયાદ
- પાટીદાર અગ્રણી જયંતિ સરધારાના PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ
Rajkot: રાજકોટમાં ગઈ કાલે એક મોટી ઘટના બની હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા (Jayanti Sardhara) પર જીવલેણ હુમલો થયો હતો. જે મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા (PI Sanjay Padariya)એ હુમલો કર્યાનો આરોપ કરાયો હતો. જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતો.
ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી Jayanti Sardhara પર હુમલો
મવડી કણકોટ રોડ પર પાર્ટી પ્લોટ પાસે જીવલેણ હુમલો
Khodaldham સાથે સંકળાયેલા PI Sanjay Paradiyaએ હુમલો કર્યાનો આરોપ
જયંતિ સરધારાના PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ
'સરદારધામમાં ઉપપ્રમુખ કેમ?' બન્યા એવું કહીને PIએ… pic.twitter.com/Vng0s1CbgE— Gujarat First (@GujaratFirst) November 25, 2024
આ પણ વાંચો: Rajkot : BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો, PI સામે ગંભીર આક્ષેપ
રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ PI સંજય પાદરિયા સામે ફરિયાદ
રાજકોટ (Rajkot) પાટીદાર અગ્રણી (Jayanti Sardhara) પર હુમલો કરનાર PI સંજય પાદરિયા (PI Sanjay Padariya) વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. નોંધનીય છે કે, PI સંજય પાદરિયા જૂનાગઢમાં પોતાની ફરજ બજાવે છે અત્યારે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. હુલમાની ઘટના રાજકોટમાં બની હતી જેથી રાજકોટ તાલુકા પોલીસ મથક(Rajkot Takula Police Station )માં ફરિયાદ નોંધવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, BNS ની 109 (1), 115 (2), 118 (1), 352, 351(3) તથા GP એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: નકલી જજ, નકલી PMO અધિકારી બાદ હવે નકલી પોલીસ! બુટલેગરના ઘરે દરોડો પાડવા ગયો અને..!
સમાજ સાથે ગદારી કરી કહી હુમલો કર્યાનો PI સંજય પાદરિયા પર આરોપ
નોંધનીય છે કે, જયંતિ સરધારા (Jayanti Sardhara)એ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ પણ લગાવ્યાં છે. સમાજ સાથે ગદારી કરી કહી હુમલો કર્યાનો, પહેલા હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા માર્યાનો આરોપ જયંતિ સરધારા (Jayanti Sardhara)એ પીઆઈ સંજય પાદરિયા પર લગાવ્યો છે. 'સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાનો PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો છે. મહત્વની વાત એ છે કે, જ્યાં આ ઘટના બની એ જગ્યા એટલે કે, પાર્ટી પ્લોટના CCTV તપાસવામાં આવે તો સમગ્ર ઘટનાની જાણ થઈ શકે તેમ છે. જોકે, આ મામલે અત્યારે રાજકોટ તાલુકા પોસીલે PI સંજય પાદરિયા સામે ફરિયાદ નોંધી દીધી છે.
આ પણ વાંચો: ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ, પીડિત યુવતીએ વર્ણવી આપવીતી!


