Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ભાજપ નેતાને રાજકોટ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, ફટકાર્યો દંડ

Rajkot: કાયદાને દેશના દરેક વ્યકિત માટે સમાન હોય છે. ચાહે તેમાં કોઈ સામાન્ય વ્યક્તિ હોય તે, કોઈ પાર્ટી કે પક્ષનો વ્યક્તિ હોય, દરેક જણે કાયદાનું પાલન કરવાનું હોય છે. આ બાબતે મહત્વની વિગતો સામે આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા...
rajkot  ભાજપ નેતાને રાજકોટ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન  ફટકાર્યો દંડ
Advertisement

Rajkot: કાયદાને દેશના દરેક વ્યકિત માટે સમાન હોય છે. ચાહે તેમાં કોઈ સામાન્ય વ્યક્તિ હોય તે, કોઈ પાર્ટી કે પક્ષનો વ્યક્તિ હોય, દરેક જણે કાયદાનું પાલન કરવાનું હોય છે. આ બાબતે મહત્વની વિગતો સામે આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદાના પાલનને લઈને કાબિલેદાદ કામગીરી કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે બ્લેક ફ્રેમવાળી કાર લઈને ફરતા ભાજપના નેતાને રાજકોટ પોલીસે દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, રાજકોટ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વિના ભાજપ નેતાને દંડ ફટકાર્યો છે.

કારને નંબર પ્લેટ નહોતી પરંતુ પ્રમુખ હોવાની નંબર પ્લેટ રાખી

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે ભાજપના નેતાને કોઈ મચક આપી નથી. મળતી વિગતો પ્રમાણે પોલીસે કિસાનપરા ચોકમાં ભાજપ નેતાની કાર રોકી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભાજપ નેતાની કાર પર બ્લેક ફિલ્મ કાચ હતા. એટલું જ નહીં પરંતુ ભાજપના નેતાની કાર પર નંબર પ્લેટ પણ નહોતી. નોંધનીય છે કે, કારને નંબર પ્લેટ નહોતી પરંતુ પોતે રાજકોટના વોર્ડ નંબર 12ના પ્રમુખ છે તેવી નેમ પ્લેટ જોવા મળી હતી. નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર રોકતા મામલો ગરમાયો હતો.

Advertisement

ટ્રાફિક DCP પર ભાજપના નેતાએ દબાણ પણ કર્યું

ઉલ્લેખનીય છે કે, કાર રોકવામાં આવતા ભાજપના કાર્યકરો એકત્ર થઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ ટ્રાફિક DCP પર ભાજપના નેતાએ દબાણ પણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે, ભાજપના નેતાના દબાણ સામે પણ રાજકોટ પોલીસે ન આપી મચક. આ બાબતે ટ્રાફિક DCP પૂજા યાદવે કહ્યું કે, ‘નિયમો બધા માટે સરખા હોય છે.’ નિયમો ના પાળવા બદલ રાજકોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ભાજપ નેતાને દંડ ફટકાર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Gujarat: આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે, બે સિસ્ટમો થઈ છે સક્રિય

આ પણ વાંચો: Gir Somnath: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ડ્રોન કેમેરામાં કેદ થયા જમજીર ધોધના મનમોહક દ્રશ્યો

Tags :
Advertisement

.

×