Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot: SNSD સ્કૂલને ફટકારવામાં આવ્યો એક લાખ રૂ.નો દંડ, સ્કૂલ બંધ કરવા ભલામણ

Rajkot: રાજકોટમાં (Rajkot) ની SNSD સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી વિના કાલાવડ રોડથી હરીપર ખાતે શાળાનું સ્થળાંતર કરી દેવાયું હોવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ DEO દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી.તપાસ રિપોર્ટમાં મંજૂરી વગર શાળા અન્ય સ્થળ ફેરફાર કરી નાખવામાં આવ્યો હતો. તપાસ બાદ SNSD સ્કૂલને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
rajkot  snsd સ્કૂલને ફટકારવામાં આવ્યો એક લાખ રૂ નો દંડ  સ્કૂલ બંધ કરવા ભલામણ
Advertisement
  • રાજકોટની (Rajkot) SNSD સ્કૂલનું સ્થળાંતર મામલો
  • ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ DEO દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી
  • તપાસ રિપોર્ટ માં મંજૂરી વગર શાળા અન્ય સ્થળ ફેરફાર કરી નાખવામાં આવ્યો
  • તપાસ બાદ SNSD સ્કૂલને ફટકારવામાં આવ્યો એક લાખ રૂપિયાનો દંડ
  • સાથે જ સ્કૂલ બંધ કરવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં ભલામણ કરવામાં આવી
  • સ્થળ ફેરફારની મંજૂરી વિના જ સ્કૂલ કાલાવડ રોડ થી હરીપર ગામમાં ફેરફાર કરાઈ હતી

Rajkot: રાજકોટમાં (Rajkot) ની SNSD સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી વિના કાલાવડ રોડથી હરીપર ખાતે શાળાનું સ્થળાંતર કરી દેવાયું હોવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ DEO દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી.તપાસ રિપોર્ટમાં મંજૂરી વગર શાળા અન્ય સ્થળ ફેરફાર કરી નાખવામાં આવ્યો હતો ત્યારે તપાસ બાદ SNSD સ્કૂલને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.સાથે જ સ્કૂલ બંધ કરવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં ભલામણ કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર

રાજકોટ શહેરમાં આવેલી SNSD સ્કૂલે શિક્ષણ વિભાગની મંજૂરી વિના શાળાનું સ્થળાંતર કરી દીધું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ સ્કૂલે કાલાવડ રોડથી હરીપર ગામ તે શાળાનું સ્થાન બદલી નાખ્યું હતું, જેની ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અહેવાલ બાદ તપાસ શરૂ થઈ હતી.

Advertisement

Rajkot-SNSD- Gujarat first

Advertisement

SNSD સ્કૂલને એક લાખ રૂપિયાનો દંડ

આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સ્કૂલ તરફથી કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી લીધા વિના જ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ નિયમભંગને ગંભીર ગણીને DEOએ SNSD સ્કૂલને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.માત્ર દંડ જ નહીં, તપાસ રિપોર્ટમાં આ મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને શાળાને સંપૂર્ણપણે બંધ કરવા માટે ગાંધીનગર સ્થિત રાજ્ય શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ પર રાજ્ય સરકારનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

વાલીઓમાં ઘટનાથી ચિંતા વ્યાપી

આ ઘટનાએ ફરી એક વખત ખાનગી શાળાઓમાં નિયમોના પાલન અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.સ્કૂલ તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. વાલીઓમાં પણ આ ઘટનાથી ચિંતા વ્યાપી છે, કારણ કે શાળા બંધ થવાની સંભાવનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી શકે છે.આ મામલો રાજકોટના શૈક્ષણિક વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: Surat: ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના પત્રની સરકારે લીધી ગંભીર નોંધ,આયુષ્માન કાર્ડ રિન્યુઅલ-નવા કાર્ડની મુશ્કેલી થશે દૂર

Tags :
Advertisement

.

×