Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: રખડતા શ્વાનનો આતંક, મનપાએ કરોડો રૂપિયા ખર્ચ્યા છતા સ્થિતિ બેકાબૂ!

રાજકોટમાં રખડતા શ્વાનનો ત્રાસ એક ગંભીર જાહેર આરોગ્યની સમસ્યા બની ગયો છે. મનપાએ કરોડોનું બજેટ વાપર્યું હોવા છતાં શેરીઓમાં શ્વાનોની હાજરી ઘટાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. દર મહિને હજારો નાગરિકો બચકાનો ભોગ બની રહ્યા છે, જેના કારણે રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ હવે બેકાબૂ બની રહી છે
rajkot  રખડતા શ્વાનનો આતંક   મનપાએ કરોડો રૂપિયા ખર્ચ્યા છતા સ્થિતિ બેકાબૂ
Advertisement
  • Rajkot: રખડતા શ્વાનનો આતંક યથાવત, 4 મહિનામાં 6000 લોકોને ભર્યા બચકા!
  • રાજકોટમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો, શહેરીજનોમાં ફફડાટ.
  • વર્ષ 2025માં કુલ 17,634 લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગત.
  • છેલ્લા ચાર મહિનામાં જ 6,000 કેસ નોંધાતા તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ.
  • મનપા દ્વારા રસીકરણ અને ખસીકરણ પાછળ 1.13 કરોડનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય.
  • શહેરીજનોમાં રોષ, મનપાના કરોડોના આંધણ છતાં રસ્તા પર સમસ્યા યથાવત

રાજકોટ (Rajkot) શહેરમાં રખડતા શ્વાનો (Stray Dogs) નો ત્રાસ નાગરિકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation - RMC) દ્વારા શ્વાનના ખસીકરણ (Sterilization) અને રસીકરણ (Vaccination) માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં, જમીની હકીકત કંઈક અલગ જ છે. તાજેતરમાં જાહેર થયેલા વર્ષ 2025 ના આંકડાઓ મનપાની કામગીરી અને આયોજન સામે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. વર્ષ 2025 ના ગાળામાં રાજકોટના કુલ 17,634 નાગરિકો શ્વાનના આતંકનો ભોગ બન્યા છે, જે શહેરમાં ભયનું વાતાવરણ સ્પષ્ટ કરે છે.

4 મહિનામાં 6 હજાર લોકોને શ્વાન કરડ્યા

સમસ્યાની ગંભીરતાનો અંદાજ છેલ્લા ચાર મહિનાના ડેટા (Data) પરથી લગાવી શકાય છે. જાન્યુઆરીમાં 1,695, ફેબ્રુઆરીમાં 1,372, માર્ચમાં 1,379 અને એપ્રિલ માસમાં 1,553 એમ કુલ 6,000 લોકો શ્વાન કરડવાની ઘટનાનો ભોગ બન્યા છે. મનપા દ્વારા આ સમસ્યાના નિવારણ માટે અંદાજે 1.13 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં રસ્તાઓ પર શ્વાનોની વસ્તીમાં કોઈ ઘટાડો થયો નથી.

Advertisement

Rajkot: લોકોને રસ્તા પર જતા લાગે છે ડર!

આર્થિક ખર્ચ છતાં નાગરિકોને રસ્તા પર નીકળતા ડર લાગે છે. શાળાઓએ જતા બાળકો, નોકરિયાત વર્ગ અને સિનિયર સિટિઝન્સ (Senior Citizens) માટે આ એક ગંભીર સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. જ્યારે તંત્ર કરોડોના બજેટ (Budget) અને સફળતાના દાવા કરે છે, ત્યારે સતત વધતા આંકડા તેની નિષ્ફળતાનું પ્રમાણ આપી રહ્યા છે. રાજકોટના રહેવાસીઓ હવે આ અંગે વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે, જેથી લોકો નિર્ભયપણે જાહેર માર્ગો પર ફરી શકે.

Advertisement

આ પણ વાંચો: Bharati Ashram Ikabapu: ભારતી આશ્રમનો મોટો નિર્ણય, Viral Video વિવાદ બાદ ઇકાબાપુ ફરજમુક્ત

Tags :
Advertisement

.

×