ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: સ્વામીનારાયણ સંતો પર છેતરપિંડીનો આરોપ! મંદિરના બહાને પચાવી કરોડોની જમીન

Rajkot: સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા તેમજ આશ્રમ બનાવવા માટે જમીનના બહાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરોડો રૂપિયાની અલગ અલગ જીલ્લામાં છેતરપિંડી કરી હોવાનુ કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે સુરેન્દ્રનગર શહેરમાં રહેતા અને પોલીસ મથકે અરજી કરનાર અરજદાર યુવક મિહિર દુબલે...
03:51 PM Jul 18, 2024 IST | VIMAL PRAJAPATI
Rajkot: સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા તેમજ આશ્રમ બનાવવા માટે જમીનના બહાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરોડો રૂપિયાની અલગ અલગ જીલ્લામાં છેતરપિંડી કરી હોવાનુ કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે સુરેન્દ્રનગર શહેરમાં રહેતા અને પોલીસ મથકે અરજી કરનાર અરજદાર યુવક મિહિર દુબલે...
Rajkot Swaminarayan Saints

Rajkot: સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા તેમજ આશ્રમ બનાવવા માટે જમીનના બહાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરોડો રૂપિયાની અલગ અલગ જીલ્લામાં છેતરપિંડી કરી હોવાનુ કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે સુરેન્દ્રનગર શહેરમાં રહેતા અને પોલીસ મથકે અરજી કરનાર અરજદાર યુવક મિહિર દુબલે પણ માધવ સ્વામી અને દર્શન સ્વામી સહિત 04 શખ્શો સામે રોષ દાખવ્યો હતો અને સ્વામિનારાયણ મંદિર માટે ડાકોર ખાતે જમીનનો સોદો કર્યા બાદ છેતરપિંડી આચરી હોવાનું જણાવ્યુ હતુ.

04 શખ્શો સામે કડક કાર્યવાહી કરવા કરાઈ માંગ

તેમજ સ્વામીની ગેંગના સાગરીત દ્વારા મિત્રતા કેળવી સાધુ પાસે લઈ જઈ ખેડૂતની જમીનનો સોદો કરાવી અને ટોકન પેટે રકમ પડાવી છેતરપિંડી કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ પોતાની સાથે પણ અંદાજે રૂપિયા 72 લાખ જેટલી રકમની છેતરપિંડીના સંતો દ્વારા કરી હોવાના આરોપ સાથે સુરેન્દ્રનગર પોલીસને અરજી કરી છે અને છેતરપીંડી આચરનાર માધવ સ્વામી અને દર્શન સ્વામી સહિત 04 શખ્શો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ કરી કરોડોની ઠગાઈ

રાજકોટ (Rajkot)માં સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ કરી કરોડોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી કરોડોની ઠગાઈ કરી કરી હોવાનું સામે આવે છે. નોંધનીય છે કે, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ આપી પોલીસમાં અરજી કરી હોવાનું સામે આવ્યું છે.

સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની અરજી

મળતી વિગતો પ્રમાણે જે.કે સ્વામી, એમ.પી.સ્વામી, દેવપ્રકાશ સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની અરજી થઈ છે. આ સાથે સાથે રૂપિયાની લેતી દેતીના વીડિયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા હોવાનું સામે આવ્યું છે. સ્વામીની ગેંગના લોકો પૈસા આખી ગેંગ વચ્ચે વેચતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VADODARA : બમણી ઉંમરના પુરૂષ જોડે પ્રેમમાં પડેલી સગીરાએ માતાને માર માર્યો

આ પણ વાંચો: AHTU ક્રાઈમ બ્રાંચ Ahmedabad શહેરની નવી પહેલ! ભીક્ષાવૃત્તી કરતા ત્રણ બાળકોને રેક્સ્યુ કર્યા

આ પણ વાંચો: Ahmedabad : વધુ એક વખત આવાસ યોજનાનાં નામે કૌભાંડ! AMC-બિલ્ડર પર ભ્રષ્ટાચારનાં આરોપ

Tags :
Latest Gujarati NewsLatest Rajkot NewsRAJKOTRajkot Latest NewsRajkot NewsRajkot Swaminarayan SaintsSwaminarayan SaintsVimal Prajapati
Next Article