Rajkot: 'પટેલ ક્લાસિસ'માં શિક્ષકની હેવાનિયત, કુરકુરે ખાવા બાબતે વિદ્યાર્થીને પાઈપથી માર્યો
રાજકોટના પટેલ ક્લાસિસમાં એક અમાનવીય ઘટના સામે આવી છે, જ્યાં ટ્યુશન સંચાલક તુષાર રાયચુરાએ ધોરણ 10 ના વિદ્યાર્થીને કુરકુરે ખાવા જેવી નજીવી બાબતે પાઈપથી માર માર્યો છે. આ મારપીટમાં વિદ્યાર્થીના હાથની આંગળી વાંકી વળી ગઈ છે, જેને લઈને તે હોસ્પિટલમાં દાખલ છે.
Advertisement
Rajkot Tuition Teacher Assault: રાજકોટમાં શિક્ષણના મંદિરમાં જ એક શિક્ષકે પોતાની મર્યાદા ઓળંગી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના 'પટેલ ક્લાસિસ'માં અભ્યાસ કરતા ધોરણ ૧૦ ના એક વિદ્યાર્થીને ક્લાસ દરમિયાન કુરકુરે ખાવા જેવી સામાન્ય બાબતે સંચાલક તુષાર રાયચુરાએ પાઈપથી માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે.

