Rajkot Upleta monsoon shock: ઉપલેટામાં માત્ર 5 મીમી વરસાદમાં, રસ્તા પર પડ્યા મોટા ભૂવા
રાજકોટના ઉપલેટામાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર મોટા ભુવા પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ભૂગર્ભ ગટર યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચારને લીધે રસ્તાઓ ખખડધજ બન્યા છે. કોંગ્રેસે સ્થળ પર કોઈ નિરીક્ષક હાજર ન હોવાનો આરોપ મૂકી તંત્રના વહીવટની આકરી ટીકા કરી છે.
Advertisement
Rajkot Upleta monsoon shock: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની પોલ ખુલી ગઈ છે. માત્ર ૫ મીમી સામાન્ય વરસાદ પડતાં જ શહેરના મુખ્ય રસ્તાઓ પર મોટા-મોટા ભુવા (Sinkholes) સર્જાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો માટે મુસાફરી કરવી જોખમી બની છે. ભૂગર્ભ ગટર યોજના હેઠળ કરવામાં આવેલી નબળી કામગીરીને પગલે રસ્તાઓ બિસ્માર હાલતમાં આવી ગયા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

