Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: વિજ્ઞાનજાથાને લઈને વિવાદનો સૂર, સત્યનારાયણની કથા બંધ કરાવવાના મુદ્દે સનાતનીઓમાં રોષ

Rajkot: જયંત પંડ્યા દ્વારા વીજ કચેરીમાં સત્ય નારાયણની કથા બંધ કરાવવાનો મુદ્દે બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લનું નિવેદન સામે આવ્યું છે.
rajkot  વિજ્ઞાનજાથાને લઈને વિવાદનો સૂર  સત્યનારાયણની કથા બંધ કરાવવાના મુદ્દે સનાતનીઓમાં રોષ
Advertisement
  1. બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લનું નિવેદન સામે આવ્યું
  2. જયંત પંડ્યાની આ હરકતથી સમગ્ર સમાજમાં રોષ છેઃ મિલન શુક્લ
  3. સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલે વિવાદનો સૂર

Rajkot: રાજકોટમાં આવેલી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા ચાલી રહીં હતી. આ દરમિયાન વિજ્ઞાનજાથાએ અહીં આવીને કથાને બંધ કરવી હોવાના આક્ષેપો લાગ્યાં છે. વીજ કચેરીમાં સત્યનારાણયની કથા ચાલી રહીં હતી ત્યારે વિજ્ઞાનજાથા આવે છે અને કાયદાની વાત કરતા કહે છે કે, કાયદા પ્રમાણે આ ખોટું છે, આવી રીતે સરકારી કચેરીમાં તેમે કથા ના કરી શકો.આ બાબતને લઈને અત્યારે બ્રહ્મ સમાજ રોષમાં હોવાનું સામે આવ્યું છે.

જયંત પંડ્યાની આ હરકતથી સમગ્ર સમાજમાં રોષ છેઃ મિલન શુક્લ

જયંત પંડ્યા દ્વારા વીજ કચેરીમાં સત્ય નારાયણની કથા બંધ કરાવવાનો મુદ્દે બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લનું નિવેદન સામે આવ્યું છે. મિલન શુક્લએ કહ્યું કે, જયંત પંડ્યાની આ હરકતથી સમગ્ર સમાજમાં રોષ છે. અમે જયંત પંડ્યા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાના છીએ. જ્યા હિંદુ વસ્તી વધારે હોય ત્યા જ જો સત્યનારાયણની કથા બંધ કરવામાં આવે છે. સસ્તી પ્રસિદ્ધિ તો એ (જયંત પંડ્યા) કરે છે.’ વધુમાં કહ્યું કે, આ જયંત પંડ્યાનું DNA હિન્દુનું નથી, વિધર્મીની પેદાશ છે. જયંત પંડ્યામા જો સનાતનીનું DNA મળે તો હું 5 લાખનું ઇનામ આપવા તૈયાર છું.

Advertisement

બ્રહ્મ સમાજમાં જયંત પંડ્યાને લઈને વિરોધ રોષ ફેલાયો

પારડી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલે હવે વિવાદનો સૂર રેલાયો છે. સત્યનારાયણની કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજમાં જયંત પંડ્યાને લઈને વિરોધ રોષ ફેલાયો છે. એટલું જ નહીં પરંતુ કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયામાં અનેક ટીકા ટિપ્પણી કરી છે. હેમાંગ રાવલે સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ફેલાવ્યો છે. ફોન દ્વારા કરેલી વાતમાં પણ બન્ને વચ્ચે બોલા ચાલી થઈ હતી. જો કે, હવે એવું લાગી રહ્યું છે કે, આ વિવાદ વધારે વધી શકે છે.

Advertisement

આ પણ વાંચો: પાવાગઢના ઇતિહાસમાં પ્રથમવાર નિજ મંદિરમાં ચોરીનો પ્રયાસ! વાંચો આ અહેવાલ

ધાર્મિક બાબતે વિજ્ઞાનજાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી: જયંત પંડ્યા

કથા બંધ કરાવવા બાબતે જયંત પંડ્યાનું પણ નિવેદન સામે આવ્યું છે. જયંત પંડ્યાએ કહ્યું કે, ‘ધાર્મિક બાબતે વિજ્ઞાનજાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી. પારડી વીજ કચેરીએ વર્કિંગ કામ દરમિયાન કથા કરવામાં આવી હતી. લોકો પોતાના કામ માટે લાઈનમાં ઉભા હતા અને સ્ટાફ કથામાં મસગુલ હતો. આ અંગેની જાણ વિજ્ઞાનજાથા દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને કરવામાં આવી હતી. કથા બંધ કરવાનો નિર્ણય ડેપ્યુટી એન્જિનિયર ત્રાંબડીયા અને તેના પરિવારે લીધો છે. કથા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરવામાં આવી નથી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હેમાંગ રાવલના આ સ્ટંટ છે.’

વિજ્ઞાનજાથાએ કહ્યું એટકે કથા બંધ કરી: સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિય

સત્યનારાયણની કથા વિવાદ મામલે સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કચેરીમાં 25 તારીખે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઈન ઇન્સ્પેક્ટર સી.આર.જાડેજા રિટાયર્ડ થયા છે તેના માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા ચાલુ હતી ત્યારે કામ પણ ચાલુ જ હતું. આ તો વિજ્ઞાનજાથાવાળા જ્યંત પંડ્યાએ કહ્યું એટલા માટે અમે કથાને બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો: Ahmedabad: ગેસ ગળતરની ઘટના મામલે દેવી સિન્થેટિક કંપનીના સંચાલક સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×