સામાન્ય રીતે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે જ રાજમાર્ગો પર આવેલા ચોકમાં ટ્રાફિક સિગ્નલ પોલ મુકવામાં આવતા હોય છે. જેના દ્વારા ઓટોમેટિકલી ટ્રાફિક સિગ્નલ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે. પરંતુ કેટલીક વખત ટ્રાફિક સિગ્નલ ઓટોમેટિકલી હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ઉકેલવાના બદલે સર્જાતી હોઈ છે. ત્યારે રાજકોટની એક કંપનીએ દેશનું સૌ પ્રથમ સૌર ઊર્જાથી ચાલતું ઓટોમેટિક તેમજ મેન્યુલી ઓપરેટેડ પોર્ટેબ્લ ટ્રાફિક સિગ્નલ બનાવ્યું છે. દેશનું સૌ પ્રથમ સૌર ઊર્જા યુક્ત ટ્રાફિક સિગ્નલ બનાવવામાં આવ્યું છે. જે એક પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ છે જેથી મેનેજમેન્ટમાં સરળતા રહે. આ પોલની વિશેષતા એ છે કે ટ્રાફિક વધતાં તેને મેન્યુલી ઓપરેટ કરી શકાશે સિગ્નલમાં ફેરફાર સાથે આ ટ્રાફિક સિગ્નલ પોલ સૌર ઊર્જા દ્વારા 7 દિવસ સુધી બેટરી બેકઅપ પર ચાલી શકશે. હાલમાં પ્રાંભિક તબક્કે આ પોલ રાજકોટ અને નાસિકમાં મુકવામાં આવ્યાં છે.સમગ્ર ગુજરાત ભરના મેટ્રો શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહાનગર પાલિકા તેમજ રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ તેમજ અંડર ગ્રાઉન્ડ બ્રિજના નિર્માણ કાર્ય પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમ છતાં રાજમાર્ગો પર આવેલા જુદા જુદા ચાર રસ્તાંઓ પર પીક અવર્સમાં ટ્રાફિક સિગ્નલ પર લોકોને કલાકો સ સુધી ટ્રાફિક ક્લિયર માટે રાહ જોવી પડતી હોય છે. કેટલીક વખત તો કોઈ એક સાઈડ તરફ વાહન પસાર થનાર કોઈ વ્યક્તિ ન હોય તેમ છતાં લોકોએ જ્યાં સુધી ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે. તેમજ વી.આઇ.પી મોમેન્ટ થતી હોય ત્યારે ટ્રાફિક પોલીસ જવાનોએ જાતે પોતાના હાથ દ્વારા જ સિગ્નલનો ઇશારો આપી ટ્રાફિક મેનેજમેન્ટ કરવું પડતું હોય છે. ત્યારે આ તમામ સમસ્યાઓનો ઉકેલ રાજકોટની રોજર મોટર્સ નામની કંપનીએ આપ્યો છે.આ સૌર ઊર્જાથી ચાલતું પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ છે આ સિગન્લ બનાવવા માટે કંપનીને અંદાજિત ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો. કંપની હાલમાં જુદા જુદા ચાર મોડેલ બનાવ્યાં છે. ચાર રસ્તાં ફરજ પર હાજર રહેલા હોમગાર્ડ કે ટ્રાફિક બ્રિગેડના જવાનો આસાનીથી ટ્રાફિક મેનેજમેન્ટ કરી શકે તે માટે મેન્યુઅલી રિમોટ કંટ્રોલના માધ્યમથી ઓપરેટ કરી શકાય તે પ્રકારનું ટ્રાફિક સિગ્નલ બનાવવામાં આવ્યું છે. સૌર ઊર્જાથી ચાલતું હોવાના કારણે વીજળી પણ બચે છે. તેમજ ટ્રાફિક સિગ્નલમાં સાત દિવસનું બેટરી બેકઅપ પણ આપવામાં આવ્યું છે. ચોમાસાના દિવસોમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ ને સૂર્યનો તડકો ન મળે તેવા સમયમાં બેટરી બેકઅપ દ્વારા ટ્રાફિક સિગ્નલનું ઓપરેટીંગ સરળતાથી કરી શકાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શરુઆતના તબક્કામાં કંપની દ્વારા ગુજરાતના રાજકોટ શહેર ખાતે તેમજ મહારાષ્ટ્રના નાસિક શહેર ખાતે આ ટ્રાફિક પોર્ટેબલ સિગ્નલ મૂકવામાં આવ્યું છે. સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ત્યારે આવનારા દિવસોમાં સૌર ઊર્જા યુક્ત ટ્રાફિક પોર્ટેબલ સિગ્નલને કેટલો પ્રતિસાદ મળે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.