MP Parimalbhai Nathwani એ ફેક ન્યુઝ ફેલાવનારા વિરુદ્ધ કર્યો 100 કરોડનો દાવો, કોર્ટે 48 કલાકમાં પોસ્ટ ડિલીટ કરવાનો આપ્યો આદેશ
- રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીની (MP Parimalbhai Nathwani) કાનૂની કાર્યવાહી
- પરિમલભાઈ નથવાણીએ 100 કરોડનો માનહાનિ દાવો દાખલ કર્યો
- કોર્ટે વાંધાજનક સામગ્રી દૂર કરવાનો આપ્યો આદેશ
- પરિમલભાઈ નથવાણીને વચગાળાની રાહત મળી
- સોશિયલ મીડિયા પરથી વીડિયો-પોસ્ટ હટાવવાનો હુકમ
MP Parimalbhai Nathwani: રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ (MP Parimalbhai Nathwani) તેમની વિરુદ્ધ ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવવા બદલ કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ કેસમાં કોર્ટે સાંસદ પરિમલભાઈ નથવાણીને (MP Parimalbhai Nathwani) વચગાળાના રાહત આપીને તાત્કાલિક તમામ માનહાનિકારક સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.
સાંસદ પરિમલભાઈ નથવાણીએ કર્યો 100 કરોડનો માનહાનિ કેસ
પરિમલભાઈ નથવાણીએ પોતાના અધિકૃત X (ટ્વિટર) એકાઉન્ટ પર આ અંગે વિગતવાર પોસ્ટ કરીને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વ્યક્તિઓ અને સંસ્થાઓ તેમના વિશે ભ્રામક લેખો, પોસ્ટ અને સામગ્રી ફેલાવીને જનતાને ગેરમાર્ગે દોરી અને તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે.
કોર્ટે તાત્કાલિક વાંધાજનક સામગ્રી દૂર કરવાનો આપ્યો આદેશ!
પરિમલભાઈ નથવાણીએ તેમની પોસ્ટમાં લખ્યું છે, "મારા દ્વારા દાખલ કરાયેલા રુ.100 કરોડના માનહાનિના કેસમાં, માનનીય કોર્ટે 48 કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મારા વિરુદ્ધની તમામ વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે."તેમણે વધુમાં જણાવ્યું કે, શુક્રવારે કોર્ટે તમામ સંડોવાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા છે. આ આદેશથી તેમને વચગાળાનું રક્ષણ મળ્યું છે.
કોર્ટની કાર્યવાહીથી પરિમલભાઈ નથવાણીને તાત્કાલિક રાહત મળી
પરિમલભાઈ નથવાણીએ પોતાની પ્રામાણિકતા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ પાયાવિહોણા આરોપોને જનતાને ગેરમાર્ગે દોરવા કે પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા દેશે નહીં.આ અંગેની કોર્ટની કાર્યવાહીથી પરિમલભાઈ નથવાણીને તાત્કાલિક રાહત મળી છે, જ્યારે આરોપીઓએ હવે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.પરિમલભાઈ નથવાણીએ અંતમાં તેમને સત્ય માટે ટેકો આપનારા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
આંધ્રપ્રદેશ અને ઝારખંડની કોર્ટમાં ટૂંક સમયમાં થશે સુનાવણી
જાણકારી મુજબ પરિમલભાઈની લીગલ ટીમ દ્વારા આધ્રપ્રદેશ અને ઝારખંડના કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાંથી પણ સુનાવણી થશે. મહત્વનું છે કે પરિમલભાઈ ઝારખંડથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે અને આંધ્રપ્રદેશમાંથી પણ હાલ સાંસદ છે.
આ પણ વાંચો: Bhavnagar: આરોપીને આશરો આપનાર મહિલા કોન્સ્ટેબલ હવે જેલમાંથી ચલાવતી હતી નેટવર્ક!