ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: 13 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, ગોંડલ કોર્ટે નરાધમીને કર્યો જેલના હવાલે

Gondal: ગોંડલમાં સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી હતી. ગોંડલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી સગીરા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને ગત શનિવારે...
11:04 PM Feb 13, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal: ગોંડલમાં સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી હતી. ગોંડલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી સગીરા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને ગત શનિવારે...
Gondal court sends rape accused to jail

Gondal: ગોંડલમાં સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી હતી. ગોંડલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી સગીરા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને ગત શનિવારે તેણે બદકામ કર્યુ હતું. ગભરાયેલી સગીરાએ ઘરે આવીને પરિજનોને આપવીતી જણાવતા સમગ્ર કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. દુષ્કર્મ કરનારને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો અને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે સજા સંભળાવીને જેલના હવાલે કર્યો હતો.

જસ્મિત મનસુખ સોલંકીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ

ગોંડલ તાલુકાના આંબરડી ગામમાં રહેતી 15 વર્ષિય સગીરા પર આંબરડી ગામ રહેતા અને છૂટક મજૂરી કામ કરતા જસ્મિત મનસુખ સોલંકીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જસ્મીતે શનિવારે રાતે સગીરાના ઘરની બાજૂમાં આવેલા વાડામાં જઇને બદકામ કર્યુ હતું. જસ્મિતને ગોંડલ તાલુકા પોલીસ PSI જે.એમ.ઝાલા, હેડ કો. શક્તિસિંહ જાડેજા, રવિરાજસિંહ વાળા, અને રાજદેવસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં આંબરડી ગામમાંથી જ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગોંડલ કોર્ટ સમક્ષ રજૂ કરતા જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.

પરિવારે ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ

મળતી વિગતો પ્રમાણે સગીરા ગત શનિવારે રાત્રે ઘરની બહાર ગલુડીયા રમાડતી હતી અને તેના પરિવાર જમવા બેઠો હતો. પરિવાર જમીને ઉભા થયા બાદ સગીરા ઘરેથી ગાયબ હતી. પરિજનોએ ઘરની આસપાસ સગીરાની તપાસ હાથ ધરી હતી. મોડી રાતે સગીરાની ભાળ મળી હતી. તે ખુબજ ગભરાયેલી હતી. તેની પુછપરછ કરતા સગીરાએ માતાને જણાવ્યુ કે જસ્મિતે ઘરની બાજુમાં આવેલા વાડામાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાની માતાએ પરિજનોને બોલાવીને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં સગીરાની માતાએ જસ્મિન વિરૂદ્વ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી તાલુકા પોલીસે ના PSI જે.એમ.ઝાલા એ કેસની આગળની કાર્યવાહી હાથ હતી.

આ પણ વાંચો: પાપી પેટ માટે રત્નકલાકાર ચડ્યો ચોરીના રવાડે, સુરત પોલીસે કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Crime NewsGondalGondal Courtgondal crime newsgondal newsGujarat NewsRape accused
Next Article