Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ravi season : મુખ્યમંત્રીનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

Ravi season : ગુજરાતના ખેડૂતોને મોટી રાહત: રવિ પાક માટે વીજ પુરવઠામાં વધારો! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રવિ સિઝનના વાવેતર-Ravi season ને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને વીજ પુરવઠામાં વધારો કરવામાં આવ્યો છે.
ravi season   મુખ્યમંત્રીનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
Advertisement

Ravi season : ગુજરાતના ખેડૂતોને મોટી રાહત-રવિ પાક માટે વીજ પુરવઠા-Power supplyમાં વધારો!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રવિ સિઝનના વાવેતર-Ravi season ને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

આ નિર્ણયની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ

Advertisement

જણાવ્યું હતું કે, ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને વીજ પુરવઠામાં વધારો કરવામાં આવ્યો છે.

Ravi season-જીરું-Cumin વાવતા ખેડૂતો માટે પાવર બૂસ્ટ!

રાજ્યમાં રવિ સિઝન દરમિયાન થતા જીરાના પુષ્કળ વાવેતરને પિયત માટે પૂરતો વીજળી પુરવઠો મળી રહે તે માટે આ વિશેષ નિર્ણય લેવાયો છે.

વિગતજૂનો વીજ પુરવઠોનવો વીજ પુરવઠો
સમયગાળો૮ કલાક૧૦ કલાક
અમલની તારીખ-આવતીકાલ, તા. ૨૦ નવેમ્બર-૨૦૨૫ થી
લાભાર્થી-૧,૦૯૦ ગામોના ૪૯,૦૦૦થી વધુ ખેતીવાડી ગ્રાહકો

Ravi season-૬ જિલ્લાના ૧૧ તાલુકાના ખેડૂતોને મળશે સીધો લાભ

  • અમદાવાદ: વિરમગામ, માંડલ

  • મહેસાણા: બેચરાજી

  • પાટણ: સમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર

  • સુરેન્દ્રનગર: લખતર, દસાડા

  • મોરબી: હળવદ

  • વાવ-થરાદ (સુઈગામ અને વાવ): સુઈગામ, વાવ

દાહોદના ખેડૂતો માટે સુપર-બૂસ્ટ!

રવિ સિઝનના પાકોને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાના ખેડૂતો માટે વધુ મોટો વધારો જાહેર કરાયો છે:

વિગતજૂનો વીજ પુરવઠોનવો વીજ પુરવઠો
સમયગાળો૮ કલાક૧૨ કલાક
લાભાર્થી-૧૯૧ ગામોના ૯,૭૫૮ ખેડૂતો

અસરગ્રસ્ત તાલુકા

  • દાહોદ
  • ગરબાડા

એકંદરે લાભ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi)એ જણાવ્યું કે આ સમગ્ર નિર્ણયથી રાજ્યના ૫૮ હજારથી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે, જે તેમની રવિ સિઝનની ખેતીને વધુ સુદૃઢ બનાવશે.

આ પણ વાંચો : કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ચૂંટણી પંચ વિરોધી વલણ સામે ખુલ્લો પત્ર, અગ્રણીઓ મેદાને

Tags :
Advertisement

.

×