ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CSK ની જીતમાં રવિન્દ્રનું યોગદાન શબ્દોમાં વર્ણવી ન શકાય

IPL 2023ની ફાઈનલ મેચમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર પ્રદર્શન કરી અંતિમ બે બોલમાં CSK ને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં મજબૂત યોગદાન આપ્યું છે. જીત બાદ મેદાન પર રિવાબા અને રવિન્દ્ર જાડેજાની ભાવુક તસવીરો હાલ ગ્લોબલી વાયરલ થઈ રહી છે. આ...
04:40 PM May 31, 2023 IST | Hardik Shah
IPL 2023ની ફાઈનલ મેચમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર પ્રદર્શન કરી અંતિમ બે બોલમાં CSK ને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં મજબૂત યોગદાન આપ્યું છે. જીત બાદ મેદાન પર રિવાબા અને રવિન્દ્ર જાડેજાની ભાવુક તસવીરો હાલ ગ્લોબલી વાયરલ થઈ રહી છે. આ...

IPL 2023ની ફાઈનલ મેચમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર પ્રદર્શન કરી અંતિમ બે બોલમાં CSK ને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં મજબૂત યોગદાન આપ્યું છે. જીત બાદ મેદાન પર રિવાબા અને રવિન્દ્ર જાડેજાની ભાવુક તસવીરો હાલ ગ્લોબલી વાયરલ થઈ રહી છે. આ જીત બાદ પ્રથમ વખત રિવાબા મીડિયા સામે આવ્યા છે અને જીતમાં રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનને શબ્દોમાં ન વર્ણવી શકાય એમ કહ્યું છે.

જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, CSK ની જીતએ ક્રિકેટની જીત છે. csk, રવિન્દ્ર અને તેના ફ્રેન્ડસને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું 'આવનાર સમયમાં રવિન્દ્ર ભારત માટે પણ ધમાકેદાર પ્રદર્શન કરશે. ગુજરાતમાં રમાયેલા મેચમાં ગુજરાતીએ કરેલા પ્રદર્શનને ગુજરાતીઓ ક્યારેય ભૂલશે નહીં અને આ પ્રદર્શન તમામ ગુજરાતીઓનું ગૌરવ છે એમ તેઓએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકાના વિકાસ કાર્યોના ખાતમહુરત પ્રસંગે આજે રિવાબા ઉપસ્થિત રહ્યા હતા અને આ સમયે તેઓએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો - કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યું UNITED WORLD WRESTLING, WFI ને સસ્પેન્ડ કરવાની આપી ધમકી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - નથુ રામડા

Tags :
CSKGT vs CSKIPL 2023IPL 2023 FinalRavindra JadejaReevaba JadejaRivaba Jadeja
Next Article