ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod: અસલી GST અધિકારીએ નકલી IT ઓફિસર ની ઓળખ આપી 25 લાખ માંગ્યા, વાંચો આ અહેવાલ

Dahod: રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી એનએ હુકમ બાદ નકલી ઈન્કમટેકસની ટીમ પણ સામે આવી છે.
11:32 PM Jan 11, 2025 IST | VIMAL PRAJAPATI
Dahod: રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી એનએ હુકમ બાદ નકલી ઈન્કમટેકસની ટીમ પણ સામે આવી છે.
Dahod
  1. અસલી જીએસટી અધિકારી સહિત 6 લોકોની ટોળકીએ પાડી નકલી રેડ
  2. નકલી IT ઓફિસરની ઓળખ આપી 25 લાખની માંગણી કરી
  3. દાહોદ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Dahod: રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી એનએ હુકમ બાદ નકલી ઈન્કમટેકસની ટીમ પણ સામે આવી છે. ગતરોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે કપડાના વેપારી તેમજ ધીરધારનો ધંધો કરનાર અલ્પેશ પ્રજાપતિને ત્યાં 6 માણસોની ટોળકી આવી હતી અને ઇન્કમ ટેકસ વિભાગમાંથી આવ્યા છે. એમ કહી ધીરધારના રેકર્ડ અને સોના ચાંદીના દાગીના માંગ્યા હતા અને બીલોની માંગણી કરી તમ ટેકસની ચોરી કરી છે ટેકસ પેટે મોટી રકમ ચૂકવવી પડશે તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચો: ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

પોલીસે આ મામલે સત્વરે કાર્યવાહી કરી અટકાયત કરી

આમ કરી વેપારીને ડરાવી દબાણમાં લાવી 25 લાખની માંગણી કરી હતી. જે પૈકી તરત બે લાખ ચૂકવી દીધા હતા અને બીજી વ્યવસ્થા કરવા કહ્યું હતું અને વાતચીત દરમિયાન વેપારીને શંકા જતા ઓળખકાર્ડ માંગ્યું હતું. જેમાં ગલ્લા તલ્લા કરતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ પહોંચતા જ સ્થળ ઉપરથી દાહોદના રહેવાસી અબ્દુલ અને અમદાવાદના રહેવાસી ભાવેશ આચાર્યની અટકાયત કરવામાં આવી. આ છ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં અન્ય ત્રણને પણ ઝડપી પાડ્યા હતા. ઇન્કમટેકસની ઓળખા આપનારા છ લોકોમાં વિપુલ કાછિયા પટેલ વડોદરા ગ્રામ્ય જીએસટીમાં ફરજ બજાવે છે અને ઉમેશ પટેલ અમદાવાદના વિવેકાનંદનગરમાં હોમગાર્ડની ફરજ બજાવે છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો

આરોપીઓએ દરોડા પાડી કુલ 25 લાખ પડાવ્યાં

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે દાહોદના અબ્દુલ અને રાકેશ રાઠોડ નામના બે ઇસમોએ સુખસરના વેપારીની રેકી કરી આ બાબતેની ટીપ અમદાવાદ ગ્રામ્યમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભાવેશ ને આપી હતી અને ભાવેશે હોમગાર્ડ માં ફરજ બજાવતા ઉમેશ તેમજ અન્ય એક મનીષ નામના ઈસમ ને વાત કરી હતી અને આલોકો થોડા દિવસ સુખસર ખાતે જઈ દુકાન મકાનની રેકી કરી હતી. ત્યારબાદ વડોદરા ગ્રામ્ય માં જીએસટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વિપુલ કાછિયા સાથે મળી ઇન્કમટેક્સની રેડનું આયોજ્ન કર્યું હતું અને ટોળકી એ દરોડો પાડી વેપારી પાસેથી 25 લાખ પડાવવાનું કામ આયોજનબધ્ધ રીતે કર્યું હતું.

આ પણ વાંચો: Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

કુલ છ લોકો સામે પોલીસ ફરિયાદ અને પાંચની ધરપકડ

નોંધનીય છે કે, વેપારીની સતર્કતા થી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો આ છ લોકોના કોલ ડીટેલમાં સુરતનો રહેવાસી નયન પટેલ સતત સંપર્કમાં હોવાનું પણ સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. 1- વિપુલ કાછિયા પટેલ, જીએસટી ઈન્સ્પેકટર, 2- ઉમેશ પટેલ, હોમગાર્ડ, અમદાવાદ, 3- ભાવેશ આચાર્ય, ડ્રાઈવર, અમદાવાદ, 4- મનીષ પટેલ, રહે, અમદાવાદ, 5- રાકેશ રાઠોડ, દાહોદ, 6- અબ્દુલ સુલેમાન એમ કુલ છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી પાંચની ધરપકડ કરાઇ છે જ્યારે રાકેશ રાઠોડ ફરાર છે.

અહેવાલઃ સાબિર ભાભોર, દાહોદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Crime NewsDahodDahod Policefake IT officerfake IT officer NewsGujarat Crime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsTop Gujarati News
Next Article