Bharuch : Gujarat First નું Reality Check, લાખોની પાણીની ટાંકી ખાલીખમ, ધૂળ ખાતા ફાયર સેફ્ટીનાં સાધનો!
- Bharuch સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક
- હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનાં સાધનોમાં બેદરકારી સામે આવી
- 500 બેડની 10 માળની બિલ્ડિંગ છતાં ગંભીર બેદરકારી
- હોસ્પિટલમાં ફાયર સેફટીનાં પાઇપ શોભાના ગાંઠિયા સમાન
- હોસ્પિટલનાં પાર્કિંગમાં એક-એક લાખની ચાર ટાંકી ખાલીખમ!
- ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતાએ જીવના જોખમે કર્યું નિરીક્ષણ
Bharuch : ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવ્યું, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભરૂચમાં 500 બેડની સિવિલ હોસ્પિટલની 10 માળની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનાં (Fire Safety) સાધનોમાં બેદરકારી સામે આવી છે. સાથે હોસ્પિટલનાં પાર્કિંગમાં લાખો રૂપિયાની કિંમત ધરાવતી ફાયર સેફ્ટીની પાણીની ટાંકીઓ ખાલીખમ જોવા મળી. ઉપરાંત, હોસ્પિટલમાં ફાયર સેફટીનાં પાઇપ પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા. ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતાએ જીવના જોખમે પાણીની ટાંકીઓનું નિરીક્ષણ કર્યું હતું. ટાંકીઓની ખસ્તા હાલત વિશે પૂછતા સર્જન (Bharuch Civil Hospital) કેબિન છોડી ભાગ્યા હતા. જો કે, ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે.
Bharuch સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે ગંભીર બેદરકારી!
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં (Bharuch Civil Hospital) દૈનિક ધોરણે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. 500 બેડની 10 માળની આ બિલ્ડિંગમાં ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવ્યું, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનાં સાધનોમાં બેદરકારી સામે આવી છે. ગુજરાત ફર્સ્ટનાં રિયાલિટી ચેકમાં સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પાઇપો શોભાનાં ગાઠિયાં સમાન જોવા મળી. હોસ્પિટલની પાર્કિંગમાં જ્યારે ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતાએ જીવનનાં જોખમે ચેકિંગ કર્યું તો લાખો રૂપિયાની ફાયર સેફટની પાણીની ટાંકીઓ ખાલીખમ અને ખસ્તા હાલતમાં જોવા મળી હતી. પાર્કિંગમાં પાણીની ટાંકીઓનાં જોઈન્ટો પણ છૂટા જોવા મળ્યા હતા.
દોઢ મહિનાથી ફાયર NOC નો પ્લાન્ટ બંધ કરી દેતા શોભાના ગાંઠિયા સમાન!
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે ગંભીર બેદરકારી જોવા મળી છે. સિવિલ હોસ્પિટલનાં પાર્કિંગમાં 20,000 લીટરની 4 ટાંકી મૂકીને ફાયર સેફ્ટી સુવિધા ઊભી કરવામાં આવી હતી, જેના પગલે સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની (Fire Safety) લાઈન પણ ટાંકીમાં નાખવામાં આવી હતી. પરંતુ, આ પ્લાન્ટને ફાયર NOC હોવા છતાં જો આ પ્લાન્ટ બંધ કરવો હોય અથવા મેન્ટેનન્સ કરવું હોય તો તે બાબતની જાણ ભરૂચ નગરપાલિકાનાં ફાયર વિભાગ અથવા જિલ્લા કલેક્ટરને કરવાની હોય પરંતુ, ભરૂચ સિવિલ હોસ્પિટલે સરકારનાં નીતિ નિયમોનાં ધજાગરા ઉડાવી કોઈપણ વિભાગને જાણ કર્યા વિના છેલ્લા દોઢ મહિનાથી ફાયર NOC નો પ્લાન્ટ બંધ કરી દેતા સમગ્ર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો હોય તેવી ઘટના સામે આવી છે.
આ પણ વાંચો - 'અગાઉ આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, હવે અમેરિકા સાથે ભીડી રહ્યા છીએ' - મુખ્યમંત્રી
ગુજરાત ફર્સ્ટના સવાલથી સર્જન કેબિન છોડી ચાલ્યા ગયા!
આ બાબતે સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) ફાયર સેફ્ટીનાં અધિકારીઓએ કહ્યું હતું કે, અમને ફાયર સેફ્ટીની એનઓસી જે મળી છે તે પ્લાન દોઢ મહિનાથી મેન્ટેનન્સ માટે બંધ છે પરંતુ, અન્ય લાઇન ચાલુ કરવામાં આવી છે. જો કોઈ ઘટના બને તો પહોંચી વળવા માટે અન્ય પ્લાન્ટ છે. જો કે, એવી હકીકત પણ સામે આવી છે કે જો કટોકટીની સ્થિતિમાં જે પ્લાન્ટની ફાયર એનઓસી લેવામાં આવી છે તે બંધ રહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્પષ્ટ સામે આવી છે. આ અંગે જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ઉપાધ્યાયને પૂછવામાં આવતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને કેબિન છોડીને ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો - PM Modi in Gujarat : ઘોર નિંદ્રામાંથી જાગ્યું મનપા! ક્યાંક ડામર રોડ તો ક્યાંક RCC રોડની કામગીરી પૂરજોશમાં શરૂ
ગુજરાત ફર્સ્ટનાં રિયાલિટી ચેક બાદ સિવિલનાં સત્તાધીશો દોડતા થયા
સિવિલ હોસ્પિટલમાં જે પ્લાન્ટની ફાયર NOC મેળવેલ છે તે બંધ છે. ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First Reality Check) દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા પાણીની 4 ટાંકીમાં પાણી જ નહોતું અને પ્લાન્ટ પણ બંધ હતો. આ બાબતે સમગ્ર મુદ્દો સામે આવતા સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશો દોડતા થઈ ગયા હતા અને દોઢ મહિનાથી બંધ પડેલો પ્લાન્ટ તાબડતોબ જ શરૂ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો - Surat : વિદેશમાં નોકરીના નામે માનવ તસ્કરી અને Cyber ગુલામીના કેસમાં વધુ એક ધરપકડ