ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. આજે 21 મે, 2025ના બપોરે 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ, તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જેને લઈને સરકાર અને વહીવટીતંત્રએ સતર્કતા અપનાવી છે.
Advertisement
- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
- રાજ્યના 13 જિલ્લામાં 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ
- જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ
- વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ
- નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ
- 62થી 87 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
- રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર
- રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ
- મહિસાગર, પંચમહાલ, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર
- તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Red alert for rain : ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને લઈને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી કલાકોમાં 62થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ હવામાન ઘટના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને પ્રભાવશાળી રહેશે, જેને લઈને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.

