ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જૂનાગઢ કેશોદમાં નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું

જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી નિવૃત નાયબ મામલતદારની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને ફાની દુનિયાને અલવિદા કહી હતી
11:19 PM Sep 15, 2025 IST | Mustak Malek
જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી નિવૃત નાયબ મામલતદારની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને ફાની દુનિયાને અલવિદા કહી હતી
કેશોદ

જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી નિવૃત નાયબ મામલતદારની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને ફાની દુનિયાને અલવિદા કહી હતી.આ ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને થતા ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી.

જૂનાગઢ કેશોદ માં નિવૃત નાયબ મામલતદારનો આપઘાત

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ કેશોદમાં રહેતા નિવૃત મામલતદાર નેભા પરમારે વોર્ડ નં. 8માં આવેલા રાજમહેલના કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ સત્વરે ફાયર ટીમને કરવામાં આવી હતી, અને ટીમ ઘટનાસ્થળે પહોંચીને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢયો હતો. આ     આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તાર શોકની લાગણીમાં ડૂબી ગયો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

કેશોદ માં નિવૃત નાયબ મામલતદારે 

નોંધનીય છે કે  નેભા પરમાર નાયબ મામલતદાર તરીકે લાંબા સમયથી સરકારી સેવામાં રહ્યા હતા. તેમની નાદુરસ્ત તબીયતને કારણે તેઓએ બે વર્ષ પહેલાં જ વહેલી નિવૃત્તિ લીધી હતી. પરિવારજનો અનુસાર, તાજેતરમાં તેમની તબીયત વધુ બગડી હતી, જેના કારણે તેઓએ આત્મહત્યા કરી લીધી હશે. પોલીસે હાલ  અકસ્માતનો ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ નાદુરસ્ત તબિયતના લીધે નિવૃત મામલતદાર નેભા પરમારે આપઘાત કર્યો હશે તેવું અનુમાન કરી રહી છે. પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:   સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબ પર કરાયો હુમલો, બાળકને દાખલ કરવાના મામલે વાલીએ માર્યા લાફા

Tags :
Gujarat FirstJunagadh SuicideKeshod Deputy MamlatdarNebha ParmarRajmahel Well
Next Article