Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Revenue Talati 2025 : હવે 12 જૂન 2025 સુધી મહેસૂલ તલાટી ભરતીના ફોર્મ ભરી શકાશે

અગાઉ મહેસૂલ તલાટી ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી જૂન જાહેર કરવામાં આવી હતી. જેમાં હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. વાંચો વિગતવાર.
revenue talati 2025   હવે 12 જૂન 2025 સુધી મહેસૂલ તલાટી ભરતીના ફોર્મ ભરી શકાશે
Advertisement
  • હવે મહેસૂલ તલાટી ભરતીના ફોર્મ 12મી જૂન સુધી ભરી શકાશે
  • અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી જૂન હતી
  • હવે 13મી જૂન રાત્રે 11.59 સુધી ફી ભરી શકાશે

Revenue Talati 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 23મી મે 2025ના રોજ મહેસૂલ તલાટી (Revenue Talati) ના કુલ 2389 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરતી ફોર્મ ભરવાની શરુઆતની તારીખ 26મી મે અને છેલ્લી તારીખ 10મી જૂન હતી. હવે ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12મી જૂન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Services Selection Board) દ્વારા આ સંદર્ભે આજે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર 12મી જૂન રાત્રે 11.59 PM સુધી ભરતી ફોર્મ ભરી શકાશે.

12મી જૂન ગુરુવાર રાત્રે 11.59 સુધી ફોર્મ ભરી શકાશે

23મી મે 2025ના રોજ મહેસૂલ તલાટી (Revenue Talati) ના કુલ 2389 પદો પર ભરતીની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ફોર્મ ભરવાની શરુઆતની તારીખ 26મી મે અને છેલ્લી તારીખ 10મી જૂન જાહેર કરવામાં આવી હતી. જો કે હવે ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10ને બદલે 12મી જૂન કરી દેવામાં આવી છે. એટલે કે હવે મહેસૂલ તલાટી 2025ની ભરતી માટે આવતીકાલ 12મી જૂન ગુરુવાર રાત્રે 11.59 સુધી ફોર્મ ભરી શકાશે.

Advertisement

GSSSB Gujarat First

GSSSB Gujarat First

Advertisement

આ પણ વાંચોઃ Congress: દિગ્વિજયસિંહના ભાઇ લક્ષ્મણસિંહને પાર્ટીમાંથી હાંકી કઢાયા, જાણો કેમ?

13મી જૂન શુક્રવાર રાત્રે 11.59 સુધી ફી ભરી શકાશે

આવતીકાલ 12 જૂન, ગુરુવાર સુધી મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યૂ તલાટીની વર્ષ 2025 માટે ભરતીની ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. જે ઉમેદવારોએ ફોર્મ ભરવા ઈચ્છે તેઓ ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત પરીક્ષાની ફી 13 જૂનની રાત્રે 11:59 સુધી ભરી શકશે. ફોર્મ અને ફી ભરવા માટે ઉમેદવારોએ Ojas ની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકાશે.

આ પણ વાંચોઃ Surat : અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવકને માર મારનારા 3 ઇસમનો પોલીસે જાહેરમાં 'વરઘોડો' કાઢ્યો!

Tags :
Advertisement

.

×