Ahmedabad : સી.જી. રોડ પર ધોળા દિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
અમદાવાદ શહેરમાં હાલના દિવસોમાં ચોરી લૂંટફાટના કિસ્સાઓ વધી રહ્યાં છે.થોડાં દિવસો પૂર્વે અમદાવાદ શહેરના અખબારનગર વિસ્તારમાંથી આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની હતી ત્યાં આજે વધુ એક લૂંટની ઘટના ધોળા દિવસે બની છે. જે અમદાવાદ શહેર અને રાજ્યના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે.
50 લાખની લૂંટ
લોકોથી ધમધમતા અમદાવાદ શહેરના સીજી રોડ પર એક આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર જઈ રહ્યો હતો. જે સુપર મોલ નજીક પહોંચ્યો હતો ત્યારે તેની સાથે લૂંટની ઘટના બની હતી. બાઈક પર આવેલા 2 શખ્સઓએ લૂંટને અંજામ આપીને ફરાર થયા હતાં. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કર્મચારી પાસે રૂપિયા 50 લાખ જેટલી રકમ હતી. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
થોડા દિવસ પૂર્વ થઈ હતી લૂંટ
ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો અગાઉ અખબારનગર વિસ્તામાંથી પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ઉપર આવેલા લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મી પાસેથી બેગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. બેગમાં રોકડ રકડ સહિત રૂ.25 લાખનો મુદ્દામાલ હોવાનું હાલ જાણવા મળ્યું હતું. આ લૂંટ અંગેની જાણ પોલીસને કરતા વાડજ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ FIR



