Bharuch: નોકરોએ લૂંટના ઈરાદે કરી માલિકની હત્યા, આરોપી સાથે મૃતકના પરિવારનો ટપલી દાવ
- આશીર્વાદ સોસાયટીમાં રામદેવ કેટરર્સના સંચાલક સાથે લૂંટ વિથ મર્ડરનો મામલો
- નોકરોએ લૂંટ કરવાના ઈરાદે ચામાં ઘેનની ગોળીઓ નાંખી
- માલિકને હાથ - પગ બાંધી હત્યા કરી થયા હતા ફરાર
- ભરૂચ પોલીસે આરોપીને દબોચી 12 દિવસના રિમાન્ડ મેળવ્યા
- રિકંસ્ટ્રક્શન દરમિયાન આરોપી સાથે મૃતકના પરિવારએ ટપલી દાવના કર્યા પ્રયાસ
ભરૂચમાં (Bharuch)જન્માષ્ટમીના દિવસે રામદેવ કેટરર્સના માલિક સાથે તેમના જ નોકરોએ લૂંટનો પ્લાન બનાવી પોતાના જ માલિકને બે વખત ચા માં ઘેનની ગોળીઓ આપી અર્ધ બેભાન કરી મોઢામાં બટાકુ મૂકી હાથ - પગ બાંધી હત્યા કરી હતી જે બાદ રોકડા તથા સોના ચાંદીનાના દાગીનાની લૂંટ કરી રફુચક્કર થયા હતા. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટારુ નોકરનું પગેરું મેળવવા વિવિધ રાજ્યમાં ધામા નાંખ્યા હતા ત્યારે આખરે એક લૂંટારુને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપીના 12 દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે ઘટના સ્થળનું રિકંસ્ટ્રક્શન કરાવતા આરોપી સાથે મૃતકના પરિવાર અને સોસાયટીના લોકોએ ટપલી દાવનો પ્રયાસ કરતા પોલીસ સાથે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
શું છે સમગ્ર મામલો ?
ભરૂચના નંદેલાવ રોડ પાર આવેલી આશીર્વાદ સોસાયટીમાં ગત તારીખ 17-8-2025 ના રોજ રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશભાઈ પુનમારામ માલીની તેના ઘરની બાજુમાં જ કેટરર્સમાંથી પગથિયાં ઉપર હાથ અને પગ બાંધેલ અને મોઢામાં બટાકુ નાંખી મોઢું પણ બાંધેલ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસે અજાણ્યા ઈસમો સામે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ લારી સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં મૃતકના બે નોકર જેમાં કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરી નારાયણ વર્મા મૃતકની ઈકો ગાડી લઈ તેના ઘર નજીક હોય અને લાલ ટીશર્ટ માં તે સોસાયટીમાં આંટા ફેરા મારતો દેખાયો હતો. અને તેનો અન્ય સાથી છોટકઉ ઉર્ફે નસીબ ઉર્ફે સલીમ સદલુ રહે.ઉત્તરપ્રદેશનો સીસીટીવીમાં કેદ થયો હતો. આ આરોપીના હાથમાં કાળું બેગ હતું જેમાં લૂંટનો મુદ્દામાલ હતો. આ બંને મૃતકની ઈકો લઈ રફુચક્કર થઈ ઈકો અને મોબાઈલ તથા સીસીટીવીના કેમેરાનું ડીવીઆર વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક નિકાલ કરી રફુચક્કર થઈ ગયા હતા.
આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજુર
ભરૂચ એલસીબી પોલીસે 17 દિવસ તથા સ્થાનિક એ ડિવિઝન પોલીસ 11 દિવસ અને ત્યાર બાદ અન્ય 3 દિવસ વિવિધ રાજ્યોમાં ધામા નાંખી સ્થાનિક રાજ્યનો વેશ ધારણ કરી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા.જેમાં પોલીસે આરોપી કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરી નારાયણ વર્મા નેપાળ બોર્ડર નજીકથી ઝડપાઈ જતા તેને ભરૂચ લાવી કોર્ટમાં રજુ કરતા 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
પરિવારજનોનો હત્યારા સાથે ટપલી દાવ
પ્રથમ ઝડપાયેલા કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરી નારાયણ વર્માને લૂંટ વિથ મર્ડર વાળી જગ્યાએ રિકંસ્ટ્રક્શન અર્થે લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન ઘટના સ્થળની બાજુમાં જ મૃતકનો પરિવાર રહેતો હોવાથી પોતાનો પતિ ગુમાવનાર અને બાપ ગુમાવનાર સંતાનો સાથે સોસાયટીના રહીશો પણ એકત્ર થઈ હત્યારા સાથે ટપલી દાવ કરવાના પ્રયાસ કર્યા હતો જો કે, આખરે પોલીસ સાથે પણ સ્થાનિકોએ ઘર્ષણમાં ઉતરવાની ફરજ પડી હતી.
રિકંસ્ટ્રક્શનમાં આ જાણકારી મેળવવાનો પ્રયાસ
આ આરોપીએ પુરાવાનો નાશ ક્યાં કર્યો અને કેવી રીતે કર્યો? સીસીટીવીનું ડીવીઆર ક્યાં ફેંક્યું?તકના મોબાઈલો ક્યાં ફેંક્યા ?તે બાબતનું રિકંસ્ટ્રક્શન કરવા માટે વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક કરવા આરોપીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આણંદ નજીક પણ પુરાવાનો નાશ કર્યો હોય તે જગ્યાએ રિકંસ્ટ્રક્શન કરવાની માહિતી મળી છે.
2 લાખની સોનાની ચેન,સાડા નવ લાખ રોકડા અને હિસાબના ચોપડાની લૂંટ ચલાવી
લૂંટારુઓ કેટરર્સમાં હાલમાં પકડાયેલો આરોપી બે વર્ષથી કામ કરતો અને બીજો આરોપી તેની સાથે મહિનાથી જ આવ્યો હતો અને આરોપીઓએ મૃતક ઘરે એકલો હોય તેનો લાભ ઉઠાવી રાત્રીએ પ્રથમ વખત આરોપીએ ચા બનાવી ઘે ની ગોળી નાંખી બેભાન કરવાના પ્રયાસ કર્યાં પરંતુ નિષ્ફળ જતા સતત બીજી વખત 11 વાગ્યાના અરસામાં જાતે ચા બનાવી ઘેનની ગોળી નાંખી બેભાન કરી હત્યા કરી ઘરમાંથી સોનાની બે લાખની ચેન,રોકડા 9.50 લાખ,બે મોબાઈલ તથા સીસીટીવનું ડીવીઆર અને ઈકો ગાડી 3 લાખ તથા હિસાબના ચોપડા મળી 14.55 લાખની લૂંટ કરી રફુચક્કર થયા હોવાનું ઝડપાયેલ આરોપી પાસેથી પોલીસે માહિતી ઉકેલાવી છે.
છોટકઉ ઉર્ફે નસીબ ઉર્ફે સલીમ સદલુ ગુનાહિત ઈતિહાસ ઘરાવતો હોવાનું ખુલ્યું
લૂંટનો પ્લાન ઘડનાર છોટકઉ ઉર્ફે નસીબ ઉર્ફે સલીમ સદલુ ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં લૂંટ સહિતના ગંભીર પ્રકારના ગુનાહિત ઈતિહાસ ઘરાવતો હોવાનું અને ઝડપાયેલા આરોપી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવી લૂંટ વિથ હત્યાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
મૃતકના પરિવારએ ભરૂચ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
ભરૂચ પોલીસે લૂંટ વિથ મર્ડરના આરોપીને ઝડપી પાડવા માટે તમામ રાજ્યમાં ધામા નાંખ્યા હતા અને જે રાજ્યમાં જે પ્રકારનો વેશ ધારણ કરવાનો હોય તે ધારણ કરીને પણ એક આરોપીને ઉત્તરપ્રદેશ સહિત નેપાળ નજીકની બોર્ડરો પર નાસતા ફરતા પરંતુ આખરે સ્થાનિક પોલીસે એક આરોપીને ઝડપી પાડી સમગ્ર લૂંટ વિથ મર્ડરનોભેદ ઉકેલી નાંખતા મૃતકના પરિવારજનો અને સોસાયટીના રહીશોએ ભરૂચ પોલીસનો આભાર માણી હત્યારાઓને ફાંસી ની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.
પુષ્પા 2 ફિલ્મ હીરોને બંધક બનાવવામાં આવે છે તે જ પ્રકારે લૂંટારુઓએ મૃતકને બંધક બનાવ્યો
પુષ્પા 2 ફિલ્મ માં અંતિમ સમયે જે ફાઇટ હોય છે તેમાં હીરોને હાથ પગ બાંધી બંધક બનાવવામાં આવે છે પણ તેનું મોઢું ખુલ્લું રહે છે પરંતુ હાલમાં ભરૂચમાં લૂંટ વિથ મર્ડરને અંજામ આપનાર લૂંટારુએ પોતાના જ માલિક પ્રકાશ માલીને બે વખત ચામાં ઘેન ની ગોળી આપી બેભાન કરી મોઢામાં બટાકુ મૂકી સોફાના પકડાના ચીથરાથી મોઢું બાંધી પાછળથી હાથ અને પગ બાંધી તેની હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હોવાનું ફલિત થયું છે.
અહેવાલ: દિનેશ મકવાણા
આ પણ વાંચો: Cricketer Cheteshwar Pujara ના સાળાએ કરી આત્મહત્યા


