Devayat Khawad : દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાનમાં BJP ના મોટા નેતાની ભૂમિકા?
- Devayat Khawad-ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાનમાં મોટા સમાચાર
- બંને વચ્ચે સમાધાનમાં ભાજપના મોટા નેતાની ભૂમિકાનો દાવો
- હાઈપ્રોફાઈલ સમાધાનમાં ભાજપના કદાવર નેતા 'સંકટમોચક'!
- BJP નેતા પ્રદીપસિંહ વાઘેલા સમાધાનમાં બન્યા મધ્યસ્થી
- સમાધાન બાદ બંને સાથેનો પ્રદીપસિંહનો ફોટો થયો વાયરલ
Gir Somnath : જાણીતા ડાયરા કિંગ દેવાયત ખવડ (Devayat Khawad) અને ધ્રુવરાજસિંહ ચૌહાણ (Dhruvraj Singh Chauhan) વચ્ચે સમાધાન મામલે મોટા સમાચાર આવ્યા છે. બંને વચ્ચે સમાધાનમાં ભાજપના (BJP) મોટા નેતાની ભૂમિકા હોવાનો દાવો કરાયો છે. હાઈપ્રોફાઈલ સમાધાનમાં ભાજપના કદાવર નેતા 'સંકટમોચક' બન્યા હોવાની ચર્ચા વેગવંતી થઈ છે. BJP નેતા પ્રદીપસિંહ વાઘેલા (Pradeep Singh Vaghela) સમાધાનમાં મધ્યસ્થી બન્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. સમાધાન બાદ બંને સાથેનો પ્રદીપસિંહ વાઘેલાનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા આ પ્રકારનાં કયાસ લગાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - Valsad Politics: વાપીમાં અનંત પટેલનો ધડાકો! AAP ના નેતાઓ સંપર્કમાં હોવાનું કહ્યું
ભાજપ નેતાએ દેવાયત- ધ્રુવરાજસિંહ વચ્ચે કરાવ્યું સમાધાન? | Gujarat First
બંને વચ્ચે સમાધાનમાં ભાજપના મોટા નેતાની ભૂમિકાનો દાવો
હાઈપ્રોફાઈલ સમાધાનમાં ભાજપના કદાવર નેતા 'સંકટમોચક'!
BJP નેતા પ્રદીપસિંહ વાઘેલા સમાધાનમાં બન્યા મધ્યસ્થી
સમાધાન બાદ બંને સાથેનો પ્રદીપસિંહનો ફોટો થયો… pic.twitter.com/N0ZKjvRyZX— Gujarat First (@GujaratFirst) December 29, 2025
Devayat Khawad અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે થઈ હતી માથાફૂટ
થોડા દિવસ પહેલા સનાથલમાં ડાયરા બાબતે જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ (Devayat Khawad) અને ભગવંતસિંહ ચૌહાણ વચ્ચે રકઝક થઈ હતી. જે બાદ દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાઈ હતી. ગીરસોમનાથમાં (Gir Somnath) ક્ષત્રિય આગેવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાની પણ દેવાયત ખવડ પર ફરિયાદ નોંધાઈ હતી. દેવાયત ખવડ અને તેમના સાગરિતો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. જો કે, ગઈકાલે આ મામલે બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હોવાનાં સમાચાર સામે આવ્યા હતા. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ એકબીજાને મીઠાઈ ખવડાવી સમાધાન કરતા ફોટા પણ વાઇરલ થયા હતા. જો કે, આ મામલે વધુ એક મોટા સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો - Gandhinagar: 'દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરો', બ્રહ્મ સમાજની CM સમક્ષ માંગ
બંને વચ્ચે સમાધાનમાં ભાજપના મોટા નેતાની ભૂમિકાનો દાવો
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ (Dhruvraj Singh Chauhan) વચ્ચે સમાધાનમાં ભાજપના મોટા નેતાની ભૂમિકાનો દાવો કરાઈ રહ્યો છે. BJP નેતા પ્રદીપસિંહ વાઘેલા (Pradeep Singh Vaghela) આ સમાધાનમાં મધ્યસ્થી બન્યા હોવાની ચર્ચા છે. સમાધાન બાદ બંને સાથેનો પ્રદીપસિંહ વાઘેલાનો ફોટો વાઇરલ થતાં આ ચર્ચાઓ થઈ રહી છે. પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં જ બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ હોવાનું અને પ્રદીપસિંહ વાઘેલાની મધ્યસ્થી બાદ બંને વચ્ચે સમાધાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાઈપ્રોફાઈલ સમાધાનમાં BJP ના કદાવર નેતાએ 'સંકટમોચક' ની ભૂમિકા ભજવી હોવાનું લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે. સમાધાન બાદ દેવાયત-ધ્રુવરાજસિંહે એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.
આ પણ વાંચો - Gujri Bazar : પૂર્વ MLA ભૂષણભાઈ ભટ્ટે AMC, પોલીસને કરી ચોંકાવનારી રજૂઆત! Video પણ આપ્યો


