Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabar Dairy : મતદારોને અંકે કરવા સ્થાનિક મંડળીઓના ચેરમેન સાથે સેટિંગના થયા આક્ષેપો

સાબરકાંઠાની શાન ગણાતી સાબર ડેરી (Sabar Dairy) અને તેના જેવી સહકારી સંસ્થાઓમાં મતદારોને અંકે કરવા સ્થાનિક મંડળીઓના ચેરમેન સાથે સેટિંગના આક્ષેપો થઈ રહ્યા છે. વાંચો વિગતવાર.
sabar dairy   મતદારોને અંકે કરવા સ્થાનિક મંડળીઓના ચેરમેન સાથે સેટિંગના થયા આક્ષેપો
Advertisement
  • મતદારોને અંકે કરવા સ્થાનિક મંડળીઓના ચેરમેન સાથે સેટિંગના થયા આક્ષેપો
  • ઉમેદવારી કરવા અગાઉથી ગોઠવાણ કરી દેવાયાનો આરોપ
  • સાબરકાંઠાના સહકારી ક્ષેત્રનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે

Sabar Dairy : સાબરકાંઠા જિલ્લાના સહકારી સાહસો જેવા કે સાબર ડેરી (Sabar Dairy), સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ, સાબરકાંઠા તાલુકા સહકારી સંઘ કે સાબરકાંઠા બેન્ક વગેરેમાં 'સેટિંગ' થતાં હોવાના આક્ષેપો અવારનવાર થવા લાગ્યા છે. પહેલા આ આક્ષેપો અંદરખાને થતા હતા હવે આ આક્ષેપો સરાજાહેર થઈ રહ્યા છે. શું સાબરકાંઠાના સહકાર ક્ષેત્રમાં ઉમેદવારી માટે અગાઉથી ગોઠવણ કરી દેવાના ચક્રવ્યૂહ રચાય છે ?

સહકારી રાજકારણીઓના પ્રભુત્વનો આક્ષેપ

Sabarkantha ની જનતામાં કેટલીક ચર્ચાઓ જિલ્લાના સહકારી રાજકારણીઓના પ્રભુત્વ પર થઈ રહી છે. જેમાં સાબરકાંઠાની મોટાભાગની સહકારી સંસ્થાઓમાં બની બેઠેલા સહકારી રાજકારણીઓ કાયદાનો દૂરઉપયોગ કરીને પોતાનું પ્રભુત્વ જમાવી દે છે. આ સહકારી રાજકારણીઓ પોતાના અનુભવોને આધારે સહકારના કાયદાના જાણકાર એવા વકીલો સાથે પૈસા ના જોરે પોતાના તરફી આદેશ કરાવતા હોવાનો ગણગણાટ પણ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : ગ્રામ્ય LCB એ રૂ. 57 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો

Advertisement

માત્ર વાયદા કરાવાનો આરોપ

Sabarkantha ના સહકારી ક્ષેત્રમાં ઉમેદવારી કરવા અગાઉથી ગોઠવાણ કરી દેવાય છે અને મતદારોને અંકે કરવા સ્થાનિક મંડળીઓના ચેરમેન સાથે સેટિંગ થવાના આરોપો થઈ રહ્યા છે. આ આરોપો અનુસાર સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મતદારોની તથા સમાજના સામાન્ય લોકોને કામ થઈ જશે તેવા ઠાલા વાયદાઓ કરે છે પણ હકીકતમાં જ્યારે કામ કરવાનું આવે ત્યારે આ સહકારી રાજકારણીઓ સંપર્ક તો શું મુલાકાત પણ આપતા નથી.

ભવ્ય ભૂતકાળ

Sabarkantha ના સહકારી ક્ષેત્રનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે. જેમાં સંનિષ્ઠ અને નિઃસ્વાર્થ ભાવે સહકારી ક્ષેત્રમાં નામના મેળવનાર ત્રિભોવનદાસ પટેલ, ભોળાભાઈ પટેલ અને ગોપાલ કાકા આજે પણ લોકમાનસમાં હયાત છે. આ મહાનુભાવો પોતાના અંગત સ્વાર્થને કોરાણે મુકીને જનતા માટે નિઃસ્વાર્થભાવે સેવા કરતા હોવાનું જનતા યાદ કરે છે. ભૂતકાળ અને વર્તમાનના સહકારી ક્ષેત્રની સરખામણી કરતી જનતાને માત્ર નિરાશા સાંપડે છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચોઃ Sabar Dairy : શું ખરેખર મોટાભાગના કોન્ટ્રાક્ટ રાજકીય નેતાઓ અને તેમના મામકાઓને મળે છે ?

Tags :
Advertisement

.

×