Sabarderry: અડધી રાત્રે સાબર દાણ ફેક્ટરીમાં દરોડા પડ્યા હોવાની ચર્ચા, ભેળસેળ હોવાની શક્યતા
- હલકી કક્ષાનો માલ સપ્લાય કરી તેમાંથી બનતો દાણ ખૂબ જ નિમ્નકક્ષાનો
- સમગ્ર કાર્યવાહીને દબાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું
- અડધી રાતે સાબરદાણ ફેક્ટરીમાં કોણ પહોંચ્યું એ તપાસનો વિષય
Sabarderry: સાબરડેરી સંચાલિત સાબરદાણ બનાવતી છેલ્લા ઘણા સમયથી કેટલાક વર્ગ ધરાવતા ઈજારદારો પોતાની મનમાની કરીને હલકી કક્ષાનો માલ સપ્લાય કરી તેમાંથી બનતો દાણ ખૂબ જ નિમ્નકક્ષાનું હોવાની માહિતીને આધારે તાજેતરમાં સંલગ્ન વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સાબરદાણ ફેક્ટરીમાં રહેલા કેટલાક કંતાન ભરેલા કોથળામાં રખાયેલા દાણને તપાસ કરાતા તે નિમ્ન ગુણવત્તાનું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત કેટલાક લોકોએ હિંમતનગરમાં રહેતા અને સાબર દાણ ફેક્ટરીમાં વર્ષોથી માલ સપ્લાય કરતા એક પરિવારના મોભીને ખબર પડતા તેઓ અડધી રાતે દોડી આવ્યા હતા.
દાણ મોંઘુ હોવા છતાં દૂધનું ઉત્પાદન વધતું નથી
દરોડાની કાર્યવાહી કરી રહેલા અધિકારીઓ સાથે સેટિંગ કરીને મામલો દબાવી દીધો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જણાવ્યું છે જો ખરેખર સાબરદાણમાં થતી ભેળસેડ સાચી હોય તો તે તપાસનો વિષય છે પરંતુ ઉપરથી નીચે સુધી બધું સેટિંગ હોવાને કારણે કોઈ તપાસ થતી ન હોવાનું દૂધ ઉત્પાદકોનું માનવું છે કેટલાક ઉત્પાદકોની બુમ છે કે ઘણી વખત આમાં સ્થાનિક ડેરીમાંથી દાણ લાવીએ છીએ પરંતુ તે ખૂબ જ ભુક્કા જેવું હોવાને કારણે પશુઓ ખાતા નથી અને જો ખાય છે તો તેમાંથી જરૂરી વિટામિન મળતા નથી. દાણ મોંઘુ હોવા છતાં દૂધનું ઉત્પાદન વધતું નથી.
સાબરકાંઠાને અરવલ્લી જિલ્લાના અનેક પશુપાલકોએ દૂધનો વ્યવસાય છોડી દીધો
સાબરકાંઠાને અરવલ્લી જિલ્લાના અનેક પશુપાલકોએ દૂધનો વ્યવસાય છોડી દીધો છે તેમ છતાં સાબરડેરીના સત્તાવાળાઓ છાશવારે દૂધની આવકમાં વિક્રમ વધારો થતો હોવા નો દાવો કરી રહ્યા છે. પરંતુ તેમાં કેટલું તથ્ય છે તેની તપાસ થવી જોઈએ એક બાજુ સરકાર દૂધ મંડળીઓને તથા સેવા સહકારી મંડળીઓને એક નેજા હેઠળ લાવી વિકાસ કરવાના દાવા કરી રહ્યું છે પરંતુ હકીકતમાં સ્થાનિક કક્ષાએ જો ગામડાઓમાં રહેતા ગ્રામીણ લોકોની મુલાકાત કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે. કહેવાય છે કે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પોતાનું ધાર્યું કરાવીને ગ્રામીણ પ્રજાનો સંપર્ક થાય તેવા કોઈ કાર્યક્રમ કરવામાં પાછી પાની કરે છે. જો તપાસ કરવામાં આવે તો અનેક વિગતો બહાર આવે તેવું લોકોનું કહેવું છે. જો આમ જ ચાલશે તો આગામી દસકામાં સહકારી ધોરણે ચાલતા આ વ્યવસાય પર પ્રશ્નાર્થ મુકાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી તેમ લોક ચર્ચા થઇ રહી છે.
અહેવાલ - યશ ઉપાધ્યાયસ, સાબરકાંઠા
આ પણ વાંચો: World Bee Day : સુરતમાં “મધુક્રાંતિ”નાં મીઠાં પરિણામો, વાર્ષિક રૂ.૩૦ લાખની આવક