સાબરકાંઠા: ઈડરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરીને બનાવી ગર્ભવતી; 2 નરાધમોની ધરપકડ
- સાબરકાંઠા: ઈડરમાં 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ; 2 નરાધમોની ધરપકડ
દર્શન સુતરીયા અને હરપાલ રાઠોડ નામના આરોપીઓની પોલીસે કરી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં એક સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. સગીરા પર દુષ્કર્મ આચરતા ગર્ભ રહ્યો હતો અને અધૂરા મહિને પુત્રને જન્મ આપ્યો હતો. જેને લઈ ઈડર પોલીસે દુષ્કર્મના બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઈડરમા માત્ર 14 વર્ષની અને નવ મહિનાની ઉંમર ધરાવતી સગીરા પર બે યુવકોએ વારફરતી દુષ્કર્મ આચર્યુ હતુ. સગીરાને હત્યા કરવાની ધમકીઓ આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. દર્શન સુતરીયા અને હરપાલ રાઠોડ આ બંનેએ સગીરાને પોતાની શિકાર બનાવી હતી. આ દરમિયાન હરપાલ રાઠોડે સગીરાને કેટલીકવાર ઇડરના સાપાવાડ નજીકના એક ગેસ્ટ હાઉસમાં લઈ દુષ્કર્મ આચર્યુ હતુ.
આમ બંને આરોપીઓે વારાફરતી અલગ અલગ રીતે અને સ્થળે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. માસૂમ વયે જ બાળકી ગર્ભવતી થતા અધૂરા માસે માસૂમ બાળકીએ પુત્રને જન્મ આપ્યો હતો. અધૂરા માસે જ બાળકને જન્મ આપવા દરમિયાન પુત્રનું જન્મ સાથે જ મોત નિપજ્યુ હતુ.
સગીરાને ગર્ભ હોવાને લઇ પેટમાં દુખાવો જણાતા સારવાર માટ ખસેડાઈ હતી. જ્યાં સગીરા આઠેક માસની ગર્ભવતી હોવાનું સામે આવતા જ સગીરાના પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી જવાનો આઘાત લાગ્યો હતો. સગીરાને આ દરમિયાન અધૂરા માટે ડિલિવરીનો દુખાવો ઉપડતા ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
જ્યા સિવિલમાં સગીરાએ પુત્રને જન્મ આપ્યો હતો. જોકે જન્મ સાથે જ પુત્રનું મોત નિપજ્યું હતુ. જેના ડીએનએ આધારે હવે પોલીસે બંને આરોપીઓ સામે તપાસ શરુ કરી છે. ઈડર પોલીસે બંને આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો- Rajkot : ત્રાકુડામાં પૂર્વ તલાટીએ સત્તાનો દુરુપયોગ કરી રૂ. 70 લાખનું કૌભાંડ કર્યુ, ફરિયાદ નોંધાઈ