ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : HUDA સામે 11 ગામનાં લોકોનું મહાઆંદોલન, એક જ સૂર 'HUDA' ન જ જોઈએ!

સાબરકાંઠામાં HUDA (હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ) સામે 11 ગામનાં લોકો મેદાને ઉતર્યા છે. ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં 11 ગામનાં મિલકતધારકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. HUDA હટાવો સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ મહાઆંદોલનનું આયોજન કરાયું છે. HUDA થી હડિયોલ ગામની 1600-2000 એકર જમીન જશે, 11 ગામનાં ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જશે અને જમીન લીધા બાદ ખેડૂતોને વળતર નહીં મળે એવો આક્ષેપ છે.
06:04 PM Oct 30, 2025 IST | Vipul Sen
સાબરકાંઠામાં HUDA (હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ) સામે 11 ગામનાં લોકો મેદાને ઉતર્યા છે. ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં 11 ગામનાં મિલકતધારકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. HUDA હટાવો સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ મહાઆંદોલનનું આયોજન કરાયું છે. HUDA થી હડિયોલ ગામની 1600-2000 એકર જમીન જશે, 11 ગામનાં ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જશે અને જમીન લીધા બાદ ખેડૂતોને વળતર નહીં મળે એવો આક્ષેપ છે.
Himmatnagar_Gujarat_first main
  1. Sabarkantha નાં હિંમતનગરમાં HUDA સામે 11 ગામનાં લોકો મેદાને ઉતર્યા
  2. ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામનાં મિલકતધારકોનો વિરોધ
  3. HUDA હટાવો સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ વિરોધ મહાઆંદોલન
  4. હિંમતનગરના તમામ ખેડૂતોનું પણ 11 ગામના લોકોને ટેકો
  5. HUDAથી હડિયોલ ગામની 1600થી 2000 એકર જમીન જશે એવો આરોપ
  6. 11 ગામનાં ખેડૂતોની 40 ટકા જેટલી જમીન કપાતમાં જશે એવો આક્ષેપ

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરમાં (Himmatnagar) HUDA સામે 11 ગામનાં લોકો મેદાને ઉતર્યા છે. ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં 11 ગામનાં મિલકતધારકો દ્વારા વિરોધ પ્રદર્શન કરી રોષ નોંધાવવામાં આવ્યો છે. હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) હટાવો સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ આ વિરોધ મહાઆંદોલન અને સંમેલનનું આયોજન કરવામાં અવ્યું છે. હિંમતનગરનાં તમામ ખેડૂતોનો પણ 11 ગામનાં લોકોને ટેકો છે. HUDA થી હડિયોલ ગામની 1600 થી 2000 એકર જમીન જશે એવી માહિતી છે. જે હેઠળ 11 ગામનાં ખેડૂતોની 40 ટકા જેટલી જમીન કપાતમાં જશે અને જમીન લીધા બાદ એકપણ રૂપિયો ખેડૂતોને વળતર નહીં મળે એવો પણ આક્ષેપ છે.

Sabarkantha નાં હિંમતનગરમાં HUDA સામે 11 ગામનાં લોકો મેદાને

સાબરકાંઠા જિલ્લાના (Sabarkantha) હિંમતનગરમાં HUDA એટલે કે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા HUDA હટાવો સંઘર્ષ સમિતિનાં (HUDA Hatao Sangharsh Samiti) નેજા હેઠળ આજે 11 ગામનાં મિલકતધારકો દ્વારા ધરણાં પ્રદર્શન કરીને વિરોધ દાખવવામાં આવ્યો છે. હિંમતનગરનાં (Himmatnagar) તમામ ખેડૂતોનો પણ 11 ગામનાં લોકોને ટેકો છે. તેમનો આરોપ છે કે, HUDA થી હડિયોલ ગામની 1600 થી 2000 એકર જમીન જશે, જેમાં 11 ગામનાં ખેડૂતોની 40 ટકા જેટલી જમીન કપાતમાં જશે અને જમીન લીધા બાદ એકપણ રૂપિયો ખેડૂતોને વળતર નહીં મળે.

આ પણ વાંચો - Junagadh: MLA સંજયભાઈ કોરડિયા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી

HUDA આવે તો ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થતિ નિર્માણ પામશેનો આક્ષેપ

નોંધનીય છે કે, સાબરકાંઠાનાં હિંમતનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. આ વચ્ચે 11 ગામનાં લોકો HUDA સામે મેદાને ઉતર્યા છે. દરેક પરિસ્થિતિમાં HUDA રદ થાય તેવી માંગ છે. જો HUDA આવે તો ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થતિ નિર્માણ પામશે એવો આક્ષેપ છે. મહાઆંદોલનમાં (Himmatnagar MahaAndolan) સામેલ ચક્ષુ પટેલે જણાવ્યું કે, જમીનનો જો આ ટુકડો મફતમાં લઈ લો તો શું કરવાનું? અમે અમારી જમીનનાં સિકયુરિટી ગાર્ડની નોકરી કરીશું શું? અમે 'હુડા'ને અમારી જમીન નહીં આપીએ. જ્યારે ખેડૂત દીકરી વજરા પટેલે કહ્યું કે, શ્યામાપ્રસાદ મુખર્જી (Shyamaprasad Mukherjee) એ કહ્યું હતું કે, ગામડાનું જીવન જીવિત રાખવું જરૂરી છે. લાઇટ, રસ્તા, ગટર કે કશું આપ્યું હજું સુધી ગામડાને? કોંક્રિટનું જંગલ ઊભું કરવા માટે ના આ બધા ખેલ છે!

આ પણ વાંચો - Ahmedabad: ફિલ્મ પ્રમોશન માટે કલાકારો જાહેર રોડ પર ભાન ભૂલ્યા

Tags :
Gujarat FirstHimmatnagarHimmatnagar Maha AndolanHimmatnagar Urban Development AuthorityHUDAHUDA Hatao Sangharsh SamitiHUDA ProtestSabarkanthaShyamaprasad MukherjeeTop Gujarati News
Next Article